પાક વીમાના યોગ્ય વળતરની માગણી સાથે થયેલી જાહેર હિતની રિટમાં આજે રાજ્ય સરકારના કૃષિ વિભાગે સોગંદનામા દ્વારા રજૂઆત કરી છે કે પાક નુકસાનીના સર્વે તેમજ વિવિધ પાસાંઓને આવરી લેતી પ્રક્રિયા ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટની વિગતો ખેડૂતોને અપાશે તો તેનો દુરૃપયોગ કે તેની સાથે ચેડાં થવાનો ભય છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે આ વિગતો જાહેર ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગે સોગંદનામા દ્વારા રજૂઆત કરી છે

રાજ્ય સરકારે સોગંદનામા દ્વારા જવાબ રજૂ કર્યો છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ મોટાં પાક માટે ગ્રામ પંચાયતને અને નાનાં પાક માટે તાલુકાને એકમ બનાવી ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટની કામગીરી હાથ ધરવામાં આ વી હતી. સૂચિત અસરગ્રસ્ત એકમોમાં ૨૦૧૮-૧૯ દરમિયાન મોટાં પાક માટે સી.સી.ઇ.ની પાંચ પ્રક્રિયા અને નાના પાક માટે સી.સી.ઇ.ની વીસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વેની મ ાર્ગદર્શિકા પ્રમાણે નિશ્ચિત ગામ, તાલુકા અને વિસ્તારના ખેતરોની પસંદગી કરી સર્વે કરવામાં આવે છે.

ક્રોપ કટિંગની વિગતો ખેડૂતોને અપાશે તો દુરૂપયોગનો ભય

અગાઉના વર્ષોમાં થયેલી પાકની ઉપજના આધારે ચાલુ વર્ષે કેટલી ઉપજ થવી જોઇએ તેનો એક અદાજ કે સરેરાશ મેળવવામાં આવે છે, જેને થ્રેશોલ્ડ યીલ્ડ કહેવામાં આવે છે, આ અંદાજિત ઉપજ અને વાસ્તવમાં થયેલી ઉપજ વચ્ચેનો તફાવત હોય તેનું વળતર આપવા વીમા કંપની કે એજન્સીને સૂચન કરવામાંઆવે છે. જો કે સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે જો સી.સી.ઇ.ની વિગતો અરજદારોને આપવામાં આવે તો તે વિગતોનો દુરૃપયોગ અને તેની ચેડાં થવાની સંભાવના છે. તેથી કેન્દ્ર સરકારના સૂચન અનુસાર આ માહિતી જાહેર કરી શકાય તેમ નથી.

અરજદાર ખેડૂત સંગઠને રિટ દ્વારા રજૂઆત કરી છે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ કે અન્ય કોઇ આપત્તિ સમયે સરકાર દ્વારા સી.સી.ઇ. (ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ)નો ડેટા ભેગો કરવામાં આવે છે. જેમાં પાક નુકસાનનો ડેટા મેળવવામાં આવે છે અને તેના આધારે કેટલું વળતર આપવું તે નક્કી કરવામાં આવે છે. જો કે સરકાર આ ડેટા ખેડૂતો કે અન્ય સંસ્થઆઓને આપી રહી નથી. ખેડૂતોને પાક નુકસાની અંગે પૂરતી માહિતી મેળવવાનો અધિકાર છે. આ ઉપરાંત જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ડેટામાં ચેડાં કરાયા હોવાના બનાવો પણ બન્યા છે. જેથી સરકાર દ્વારા આ ડેટા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

સરકાર વીમા એજન્સીઓને બચાવી રહી છે ?

ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટની વિગતો જાહેર ન કરી શકાય તેમ ન હોવાના સરકારના આજના એકરાર બાદ ખેડૂતો અને કૃષિ સાથે જોડાયેલા વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે જો સરકારે યોગ્ય વળતર ચૂકવ્યું છે અને ચૂકવવા માગે છે તો સી.સી.ઇ.ના આંકડાઓ શા માટે જાહેર કરવામાં આવતા નથી. આ વિગતો જાહેર ન કરી સરકાર વીમા એજન્સીઓનો બચાવ કરવા માગતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here