મૌસમ વિભાગે આ વર્ષે વધારે ઠંડી પડવાનું અનુમાન લગાવ્યું છે. ભારતીય મૌસમ વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યાનુંસાર લા નિનો અસરના કારણે આ વર્ષે હાડ થીજાવતી ઠંડી પડશે.

  • ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલનારા સીઝનની ગંભીરતાનો અંદાજ મળે છે
  • લા નિનો અને અલ નિનોની અસર ભારતીય હવામાન પર પણ પડે છે
  •  ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ઠંડી પડવાની શક્યતા 

જો તમે શીત લહેરની સ્થિતિ માટે મોટા કારણને જોવો છો તો લા નિનો અને અલ નીનોની પરિસ્થિતીઓ આમાં મોટી ભૂમિકા ભગવે છે. લા નિનો નબળુ પડવાને લીધે આ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ઠંડી પડવાની શક્યતા છે.

રાષ્ટ્રીય ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી આયોજિત વેબિનારમાં બોલતા મહાપાત્રાએ કહ્યું કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં શીત લહેરના કારણે સૌથી વધારે મોત થાય છે. શીત લહેર માટે લા નિનોની પરિસ્થિતિ બહું જ અનુકુળ હોય છે.

ત્યારે અલ નિનોના કારણે શીતલહેરમાં ઘટાડો આવે છે. લા નીના અને અલ નીનોની અસર ભારતીય હવામાન પર પણ પડે છે. મહાપાત્રાએ કહ્યું કે આઈએમડી દર વર્ષે નવેમ્બરમાં ઠંડીનું પૂર્વાનુમાન જારી કરે છે. જેનાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલનારા સીઝનની ગંભીરતાનો અંદાજ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here