પીપીપીના હિસાબે ગત વર્ષ એટલે કે 2019માં ભારતમાં જીડીપી બાંગ્લાદેશની સરખામણીએ 11 ગણો વધારે હતી. સરકારી સૂત્રોએ બુધવારે એ જાણકારી આપી કે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ)નું અનુમાન છે કે આ વર્ષે પ્રતિ વ્યક્તિ જીડીપી ગ્રોથ બાંગ્લાદેશ કરતા ઓછો છે. સરકારી સૂત્રોએ આ અનુમાનને બહું મહત્વ ન આપતા કહ્યું કે 2019માં પીપીપીના હિસાબે ભારતનો જીડીપી બાંગ્લાદેશથી 11 ગણો વધારે હતો.

  • IMFએ કહ્યું ભારતનો જીડીપી ગ્રોથ બાંગ્લાદેશ કરતા ઓછો 
  • સરકારે કહ્યું , ભારતની જીડીપી બાંગ્લાદેશથી 11 ટકા વધારે છે
  • સરકારે કહ્યું, ભારતની વસ્તી બાંગ્લાદેશ કરતા 8 ગણી વધારે છે. 

રાહુલ ગાંધીએ પણ આના એક દિવસ પહેલા સરકાર પર નિશાન સાધતા આ જ વાત કરી હતી. જ્યારે સરકારી સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પ્રતિ વ્યક્તિ જીડીપી 2014-15માં 83,091 રુપિયા વધીને 2019-20માં 1,08,620 રુપિયા થઈ ગયો છે. જે 30. 7 ટકા છે.  તેમજ તેમણે કહ્યું કે ભારતની જીડીપી બાંગ્લાદેશથી 11 ટકા વધારે છે. ભારતની વસ્તી બાંગ્લાદેશ કરતા 8 ગણી વધારે છે. 

સૂત્રોએ જણાવ્યું કે આઈએમએફે 2020 માં પીપીપીના હિસાબે ભારતમાં પ્રતિ વ્યક્તિ જીડીપી 6, 284 ડૉલર રહેવાનો અંદાજ લગાવ્યો છે. ત્યારે બાંગ્લાદેશમાં આ અંદાજ 5139 છે.

આઈએમએફનો અંદાજ છે કે પ્રતિ વ્યક્તિ ભારતનો જીડીપી પડોશી દેશથી નીચે ચાલી રહ્યો છે. આ વર્ષે ભારતની ઈકોનોમીમાં 10.3 ટકાના ઘટાડાનો અંદાજ છે.   જો કે આઈએમએફે 2021માં ભારતીય અર્થવ્યવસ્થામાં ભારે ઉછાળો નોંધાવાનો અનુમાન પણ લગાવ્યું છે. જે 8.8 ટકાની વૃદ્ધીનો અંદાજ છે. તેમજ આઈએમએફે ભારતને ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાનું સ્થાન ફરી મેળવશે એમ પણ જણાવ્યું છે.

આઈએમએફે જણાવ્યું કે 2021માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 5.2 ટકા વૃદ્ધિ નોંધાશે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં 5.8 ટકા ઘટાડો નોંધાશે. તેમજ આવતા વર્ષે અમેરિકાની અર્થવ્યવસ્થામાં 3.9 ટકા વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here