આ વર્ષના અંત પહેલા કેન્દ્રની મોદી સરકાર વધુ એક રાહત પેકેજ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જોઈએ તો, આ રાહત પેકેજ માટે જરૂરી માહિતી એકઠી થઈ રહી છે. માનવામાં આવે છે કે, ફૂડ, ટ્રાવેલ અને ટૂરિઝ્મ સેક્ટર માટે મોટા પેકેજની જાહેરાત થઈ શકે છે. મહામારીના દિવસોમાં સૌથી વધુ માર તેમના પર પડ્યો છે. એકબાજૂ લોકડાઉન બાદ આ સેક્ટરમા રિકવરી જોવા મળી ચે. તો ટ્રાવેલ કરનારા અને બહાર ખાવાનું ખાવામાં લોકો હજૂ પણ સંકોચ કરી રહ્યા છે. એવી પણ આશા વ્યક્ત કરાઈ રહી છે કે, આ નવા પેકેજમાં રોજગારની તકો પણ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર સરકારનું ફોકસ રહેશે.

નીતી આયોગના સીઈઓ અમિતાથ કાંતે તહેવારોની સિઝનને લઈને આશા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યુ હતું તે, જો તમે પર્ચેજિંગ મેનેજર ઈંડેક્સ પર નજર નાખશો તો જોવા મળશે કે, તે 56.8 છે. સપ્ટેમ્બર મહિનામાં તે છેલ્લા 8 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે છે. જે આશાવાદના કારણે છે. ઓટોમોબાઈલ જ સૌથી પ્રમુખ છએ અને તે આ મહિનામાં સૌથી સારો રહ્યો છે.

તેમણે આગળ જણાવ્યુ હતું કે, અમે રેલ્વે, એવિએશન, નવા રેલ્વે સ્ટેશન, એરપોર્ટને મોનેટાઈઝેશનમાં સામેલ કર્યા છે. આ સાથે જ નાણામંત્રી દ્વારા 78,000 કરોડ રૂપિયાની એલટીસીની જાહેરાતનો પણ લાભ મળ્યો છે. આ જાહેરાતથી આશા વધી છે કે, કેન્દ્રીય કર્મચારીઓ પણ હવે ખર્ચ કરી શકશે.

આ અઠવાડીયે સરકારે કર્યા આ 4 મોટા ફેરફાર

1-કંઝ્યૂમર ડિમાંડ વધારવા માટે 68,000 કરોડ રૂપિયાનું પેકેજ

કેન્દ્રીય કર્મચારીઓ 10,000 રૂપિયાનું વન ટાઈમ સ્પેશય ફેસ્ટીનવ લોન, બજારમાં 12,000 કરોડ રૂપિયાની માગ વધી શકે છે. એલટીસી કૈશ વાઉચર સ્કીમ અંતર્ગત 12 ટકા અથવા તેનાથી વધારે ટેક્સ વાળા કોઈ પણ સામાન ખરીદી શકે છે અને ટેક્સમાં પણ છૂટ-56,000 કરોડ રૂપિયાની માગ વધી શકે છે.

2 વન ટાઈમ સ્પેશિયલ ફેસ્ટીવલ લોન-

કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયાનું વન ટાઈમ વ્યાજ મુક્ત લોન મળશે. એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને જેનો લાભ મળશે. રાજ્ય સરકારો તેને લાગૂ કરશે. તો વધુ લોકોને તેનો ફાયદો થશે.

3- રાજ્ય સરકારોને મળશે 50 વર્ષ સુધી વ્યાજ લોન


રાજ્ય સરકારોને આગામી 50 વર્ષ સુધી 12,000 કરોડ રૂપિયાના વ્યાજ મુક્ત લોન મળશે. પૂર્વોત્તરના 8 રાજ્યોમાં દરેક ને 200 કરોડ રૂપિયા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને 450 કરોડ રૂપિયા. આત્મનિર્ભર ભારત પૈકેજમાં બતાવ્યા પ્રમાણે 4માંથી 3 સુધારા લાગૂ કરનારા રાજ્યોને 2,000 કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે.

4- કેન્દ્ર સરકારના કેપેક્સ બજેટમાં 25,000 કરોડ રૂપિયાના વધારો


કેન્દ્ર સરકારના 4.13 લાખ કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેંડીચર બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રકમ સડક, રક્ષા, પાણી, શહેરી વિકાસ અને દેશમાં બનતા કેપિટલ ઈક્વિપમેંટ પર ખર્ચ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here