કચ્છમાં અબડાસા બેઠક પર પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ ફોર્મ ભર્યું. નલિયામાં જંગી સભા યોજી પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું. અને આ સાથે તેમણે પ્રચારના શ્રીગણેશ કર્યા. અબડાસામાં ભાજપને ફરી એકવાર મ્હાત આપવા તેમજ પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખવા કોંગ્રેસ સક્રિય બની છે.

ફોર્મ ભર્યા બાદ શાંતિલાલ સેંઘાણીએ કહ્યું કે અબડાસાના વિકાસ, શિક્ષણ, આરોગ્ય તેમજ પીવાના પાણી સહિતના પ્રશ્નો ઉકેલવાની પ્રાથમિકતા રહેશે. અબડાસાની પ્રજાએ 2017 માં કોંગ્રેસના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાને બહુમતી મત આપી વિજયી બનાવ્યા હતા. પરંતુ તેમને ભાજપમાં જોડાઈને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેથી અબડાસાની પ્રજા ફરી કોંગ્રેસમાં વિશ્વાસ મુકીને ભાજપને જાકારો આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here