ગુજરાત રાજ્યની બેઠકો પર વિભાનભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ પક્ષોની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે લીંબડી બેઠક પર તેના જૂનાજોગી કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે લીંબડી બેઠક પર ચેતન ખાચરને ઉમેદવાર જાહેર કર્યા.
સત્તાધારી પક્ષ અને વિપક્ષના તમામ બેઠકો પરના ઉમેદવારો જાહેર

બેઠક | ભાજપ | કાંગ્રેસ |
અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | શાંતિલાલ સેંઘાણી |
ધારી | જે.વી. કાકડિયા | સુરેશ કોટડિયા |
મોરબી | બ્રિ્ાજેશ મેરજા | જયંતી પટેલ |
ગઢડા | આત્મારામ પરમાર | મોહન સોલંકી |
કરજણ | અક્ષય પટેલ | કિરીટસિંહ જાડેજા |
કપરાડા | જીતુ ચૌધરી | બાબુભાઈ વરડા |
ડાંગ | વિજય પટેલ | સૂર્યકાંત ગાવિત |
લીંબડી | કિરીટસિંહ રાણા | ચેતન ખાચર |
કઈ બેઠક પર કોણ ઉમેદવારો છે તેની પર નજર કરીએ તો અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની સામે કોંગ્રેસમાંથી શાંતિલાલ સેંઘાણી મેદાનમાં છે. ધારીમાં ભાજપના જે.વી.કાકડિયા સામે કોંગ્રેસના સુરેશ કોટડિયા.. મોરબીમાં બ્રિજેશ મેરજા સામે કોંગ્રેસમાંથી જયંતી પટેલ.
ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસમાંથી મોહન સોલંકી.. કરજણમાં ભાજપના અક્ષય પટેલ સામે કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા મેદાનમાં છે.. કપરાડામાં ભાજપમાંથી જીતુ ચૌધરીની સામે કોંગ્રેસમાંથી બાબુભાઈ વરડા જ્યારે ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ સામે કોંગ્રેસે સૂર્યકાંત ગાવિતને મેદાનમાં ઉતાર્યા છે.