દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Twitter લગભગ અઢી કલાક સુધી ગ્લોબલ આઉટેજના કારણે ડાઉન રહ્યું. જોકે હવે ફરીથી Twitterની સેવા શરૂ થઈ ચૂકી છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર દુનાયના અનેક દેશોમાં સેવા ઠપ્પ થઈ હતી. ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે આ સેવા ઠપ્પ થઈ હતી. કંપનીએ કહ્યું કે તેમની સાઈટ હૈક થઈ નથી. અનેક ટ્વિટર યૂઝર્સને આ સમયે સાઈટ પર લોગઈનમાં સમસ્યા આવી હતી. થોડા યૂઝર્સ તો લોગઈન થઈ શકતા હતા પરંતુ તેમને કંટેન્ટ દેખાતું ન હતું.

  • Twitterની સર્વિસ અઢી કલાક રહી ઠપ્પ
  • કંપનીએ કહ્યું સાઈટ હૈક થઈ નથી
  • ગ્લોબલ આઉટેજના કારણે ડાઉન રહ્યું Twitter

આ પહેલાં પણ અનેક વાર ટ્વિટર ડાઉન રહ્યું છે. એટલું જ નહીં ટ્વિટર અનેક વાર હેકિંગ અને સુરક્ષામાં મુશ્કેલી જેવી સમસ્યાઓની સામે ઝઝૂમી રહ્યું છે. ટ્વિટરનો ઉપયોગ દેશ અને દુનિયાના અનેક લોકો કરે છે. Twitterની સ્થાપના 21 માર્ચ 2006માં થઈ હતી. 

કંપનીએ ટ્વિટ કરીને કહી આ વાત

કૈલિફોર્નિયા કંપનીએ ટ્વિટ કરીને કહ્યું કે ટ્વિટર તમારામાંથી અનેક લોકો માટે ડાઉન થયું છે અને અમે તેને ફરી ચાલુ કરવાની કોશિશમાં લાગ્યા છીએ. અમારી આંતરિક સિસ્ટમમાં કેટલીક મુશ્કેલી હતી. અમારી સિક્યોરિટી કે સાઈટ હૈક થવાની કોઈ જાણકારી મળી નથી. 

પહેલાં પણ અનેક વાર આવી છે સમસ્યાઓ

આ પહેલાં પણ ટ્વિટર અનેક વાર ડાઉન થયું છે. એટલું જ નહીં અનેક વાર હેકિંગ અને સુરક્ષાને લઈને ખતરાની સમસ્યાઓનો સામનો પણ કરી ચૂક્યું છે. ટ્વિટરનો ઉપયોગ દેશ અને દુનિયાની અનેક મોટી હસ્તીઓ કરે છે. જેના કારણે ખાસ કરીને હેકર આ માઈક્રોબ્લોગિંગ સાઈટને હેક કરવાની કોશિશ કરતા રહ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here