જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અશ્વીન પરમાર અને વીરપુરના જેપુર ખાતે રહેતા પટેલ યુવક રમેશ બાલધાને દારૂનો નશા કરાવીને હત્યા કરી નાંખી હતી. ડબલ મર્ડર પાછળ બીજું કોઈ નહીં, પરંતુ પટેલ યુવકની પત્ની મરિયમ-સાળો નાસીર અને અન્ય એક મહિલાની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.

રાજકોટઃ જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અને પટેલ યુવકને દારૂ પીવડાવીને મોતમાં ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ડબલ મર્ડર પાછળ બીજું કોઈ નહીં, પરંતુ પટેલ યુવકની પત્ની મરિયમ-સાળો નાસીર અને અન્ય એક મહિલાની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.

મળતી વિગતો પ્રમાણે જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અશ્વીન પરમાર અને વીરપુરના જેપુર ખાતે રહેતા પટેલ યુવક રમેશ બાલધાને દારૂનો નશા કરાવીને હત્યા કરી નાંખી હતી. બંનેને નશો કરાવી ગોંડલના વેકરી પૂલ પરથી કારને પાણીમાં નાંખીને હત્યા કરી નાંખવામાં આવી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો.

જોકે, ક્રાઈમ બ્રાંચે ડબલ મર્ડરનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખ્યો છે અને ગુમ થયેલ ટેક્સી ડ્રાઇવરની સાથે પટેલ યુવકની લાશો પાણીમાંથી બહાર કાઢી છે. ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે. મહિલા સાથે લગ્ન કરનાર રમેશ બાલધાનો વીમો ઉતારીને જમીન સહિતની મિલ્કત હડપ કરવા ડબલ મર્ડરનો ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે હત્યારના આરોપી એવા સાળા નાસીરને ઝડપીને ખૂનના ખેલનો ભેદ ખોલ્યો છે. વેકરી ગામેથી આરોપીને સાથે રાખીને કાર સહિતના મૃતદેહો પોલીસે તળાવમાંથી બહાર કાઢ્યા છે. ગોંડલ, રાજકોટ, જૂનાગઢ પોલીસ સાથે નગર પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા છે. ગોંડલ તાલુકા પોલીસમાં ડબલ મર્ડરના ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. હત્યાના ગુનામાં જૂનાગઢના સગા-ભાઈ બહેન અને રાજકોટની મહિલા સહિતનાઓની સંડોવણી હોવાની વિગતો ખુલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here