ચેતન ખાતર સુરેન્દ્રન ગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ છે. હવે લિંબડીમાં બે ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અમદાવાદઃ કોરોનાના સંક્રમણ વચ્ચે પેટાચૂંટણીનો માહોલમાં ધીરે ધીરે રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ભાજપે તો તમામ આઠેય બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધાં છે પણ કોંગ્રેસે સાત બેઠકોના ઉમેદવારની ઘોષણા કરી દીધી હતી પણ લિંબડી બેઠકમાં કોને ટિકીટ આપવી તે મુદ્દે દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતું. આખરે લિંબડીમાં કોંગ્રેસે ચેતન ખાચરને ટિકીટ આપી છે. મોડી રાત્રે કોંગ્રેસ હાઇકમાન્ડે સત્તાવાર રીતે આ ઘોષણા કરી હતી.

ચેતન ખાતર સુરેન્દ્રન ગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ છે. હવે લિંબડીમાં બે ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. લિંબડી બેઠક પર કોંગ્રેસના પ્રદેશ નેતાઓ-સ્થાનિક ધારાસભ્યોની ખેંચતાણને કારણે ઉમેદવારને ટિકીટ આપવામાં વિલંબ થયો હતો. કોંગ્રેસે આ વખતે આઠેય બેઠકો પર યુવા અને નવોદિત ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે.

ચેતન ખાચરને ટિકિટ મળતા જ સોમાભાઈ પટેલ હવે શું કરશે તેના પર સૌ કોઈની નજર રહેશે. સોમાભાઈ પટેલ ફોર્મ પણ ઉપાડી ચૂક્યા છે. જો સોમાભાઈ અપક્ષ તરીકે ઝંપલાવે તો લીંબડી બેઠક પર જોવા મળી શકે છે ત્રિપાંખિયો જંગ. જો કે, અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો લઈ સોમાભાઈએ હાલમાં કોઈ ફોડ પાડ્યો નથી. ચેતન ખાચર કાઠી સમાજમાંથી આવે છે. કિરીટસિંહ સામે કોંગ્રેસમાંથી ચેતન ખાચર લડશે.

લીંબડીંમાં કોળી ઉમેરવારને મુદ્દે અસમંજસ હતી પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસે તમામ 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ બાદ લીંબડી બેઠક પર નામ જાહેર કર્યું છે. જોકે ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપતા કોળી સમાજ અને અન્ય સમાજો પણ નારાજ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here