પાછલા ટ્રેડિંગ સેશનમાં આવેલા તીવ્ર ઘટાડા પછી આજે અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે શેર શેર બજારમાં રોનક આવી અને લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 26,939 પોઇન્ટ સાથે 39,989.80 ના સ્તર પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 47.05 પોઇન્ટ વધીને 11,727.40 પર શરૂ થયો. વિશ્લેષકોના મતે વધુ બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે એસબીઆઈ લાઇફ, એચસીએલ ટેક, ઇન્ફોસીસ, ડો. રેડ્ડી અને સિપ્લાના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. તો એનટીપીસી, ઇચર મોટર્સ, પાવર ગ્રીડ, એક્સિસ બેંક અને એશિયન પેઇન્ટ્સની શરૂઆત ઘટાડા સાથે થઈ છે.
સેક્ટોરલ ઇન્ડેક્સ જોતા આજે ફાર્મા સેક્ટરની શરૂઆત સપાટ હતી. તો અન્ય તમામ ક્ષેત્રો વધારા સાથે ખુલ્યાં. આમાં મીડિયા, એફએમસીજી, આઇટી, પીએસયુ બેંક, રિયલ્ટી, ફાઇનાન્સ સર્વિસીસ, મેટલ, ઓટો, બેંક અને ખાનગી બેંકોનો સમાવેશ થાય છે.