જો તમે ઘરે બેઠા રાંધણ ગેસ નોંધાવીને ડિલિવરી મેળવતા હોવ તો ખાસ વાંચો અહેવાલ. કારણ કે LPG ગેસની હોમ ડિલિવરી માટે એક નવેમ્બરથી નવો નિયમ લાગુ થશે!.
નવી દિલ્હી: રાંધણ ગેસ સિલિન્ડર વિશે નિયમમાં ફેરફાર થવાનો છે. એક નવેમ્બરથી નવો નિયમ લાગુ થઈ શકે છે. LPG સિલિન્ડરની હોમ ડિલિવરી(LPG Cylinder Home Delivery) ની આખી સિસ્ટમ હવે બદલવા જઈ રહી છે. સરકારી ઓઈલ કંપનીઓએ તેની તૈયારી કરી લીધી છે. આગામી મહિનાથી ડિલિવરી માટે નવી સિસ્ટમ લાગુ થશે. આવામાં જો તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર મંગાવતા હોવ તો આ માહિતી તમારા માટે જરૂરી છે.
1/4
આ કારણે લેવાયો નિર્ણય

એક નવેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Cylinder)ને મંગાવવાની પદ્ધતિ બદલાઈ જશે. આ પગલું સિલિન્ડરમાંથી ચોરી થતા ગેસ, સિલેન્ડરની ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ માટે લાગુ થઈ રહી છે. ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે નવી ડિલિવરી સિસ્ટમ(Delivery System) લાગુ કરવાની છે. આ સિસ્ટમમાં હવે માત્ર બુકિંગ કરાવવાથી જ કામ નહીં થાય.
2/4
શું હશે નવી સિસ્ટમ?

સૂત્રોનું માનીએ તો ઓઈલ કંપનીઓએ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ(DAC) સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સિલિન્ડરનું બુકિંગ કરાવશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. આ કોડ સિલિન્ડરની ડિલિવરી વખતે ડિલિવરી બોયને આપવો પડશે. જ્યાં સુધી કોડ નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી પૂરી નહીં થાય અને સ્ટેટસ પેન્ડિંગમાં જ રહેશે.
3/4
મોબાઈલ નંબર પણ થશે અપડેટ

જો તમારો મોબાઈલ નંબર ગેસ વિક્રેતા એજન્સી પાસે રજિસ્ટર્ડ નહીં હોય કે બદલાઈ ગયો હશે તો ડિલિવરી સમયે જ તે અપડેટ કરાવી શકશો. આ માટે ડિલિવરી બોયને એક એપની સુવિધા અપાશે. ડિલિવરી વખતે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોયને અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા રિયલ ટાઈમ બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા હશે.
4/4
સ્માર્ટ સિટીમાં લાગુ થશે સિસ્ટમ
