બોલિવૂડના લોકપ્રિય એક્ટર રણવીર સિંહ ગુરુવારે મુંબઈમાં તેની કાર લઈને નીકળ્યો ત્યારે એક સામાન્ય અક્સ્માતનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ રણવીર તેની મોંધી બ્લેક કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. એક બાઇકે તેની કારના પાછલના ભાગને નુકસાન કર્યું હતું. રણવીર કારમાંથી બહાર આવ્યો તેણે પાછળ જઇને તેની કારમાં થયેલા નુકસાનની તપાસ કરી અને પાછો કારમાં બેસી ગયો હતો.

રણવીરે માસ્ક પણ પહેરેલું હતું

રણવીરસિંહે આ વખતે કાળા રંગનુ જેકેટ અને શોર્ટ્સની સાથે લાલ રંગના જૂત્તા પહેરેલા હતા. તેણે માથે ટોપી પણ પહેરી હતી. રણવીરે માસ્ક પણ પહેરેલું હતું. તે એક ઉત્સાહી સોશિયલ મીડિયા ઉપભોક્તા છે. આ દરમિયાન તેણે તાજેતરમાં જ કોરોના અને લોકડાઉન અંગે તેના ટવિટર હેન્ડલ પર કમેન્ટ કરી હતી.

સદગતને અંજલિ અર્પી હતી

રણવીરે કોરોનાના નિયમોનું પાલન કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ટેકો આપ્યો હતો. તેણે સુશાંતસિંહ રાજપૂતના મોત વિશે પણ કમેન્ટ કરેલી છે અને સદગતને અંજલિ અર્પી હતી. રણવીર તેની આગામી ફિલ્મ 1983માં જોવા મળશે જેમાં તે મહાન ક્રિકેટર કપિલદેવનો રોલ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here