મેચમાં પંજાબના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ એક ખાસ કારનામુ કર્યુ, તેને એક જ ઓવરમાં વિરાટ કોહલી અને ડિવિલિયર્સને આઉટ કરીને એક ખાસ રેકોર્ડને પોતાના નામ કરી લીધો છે

નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની 31મી મેચ શારજહાંના મેદાનમાં રમાઇ, મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે કોહલીની આરસીબીને આઠ વિકેટે માત આપી. આ સિઝનમાં પંજાબની આ બીજી જીત છે. આ મેચમાં પંજાબના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ એક ખાસ કારનામુ કર્યુ, તેને એક જ ઓવરમાં વિરાટ કોહલી અને ડિવિલિયર્સને આઉટ કરીને એક ખાસ રેકોર્ડને પોતાના નામ કરી લીધો છે.

ખરેખરમાં, મોહમ્મદ શમી એક જ ઓવરમાં આ બન્ને ખેલાડીઓને આઉટ કરનારો 8મો બૉલર બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, શમીએ બેંગ્લૉરની ઇનિંગ દરમિયાન 18મી ઓવરમાં આ કારનામુ કર્યુ, આ ઓવરમાં ત્રીજા બૉલ પર પહેલા તેને ડિવિલિયર્સને કેચ આઉટ કર્યો, ત્યારબાદ પાંચમા બૉલ પર શમીએ કોહલીને પણ સ્ટમ્પ પાછળ ઝીલાવી દીધો હતો.

આઇપીએલમા કોહલી અને ડિવિલિયર્સને એક જ ઓવરમાં આઉટ કરનારા બૉલરો….
જેક કાલિસ- 2012
ધવલ કુલકર્ણી-2013
આશિષ નેહરા-2015
કૃણાલ પંડ્યા-2016
થિસારા પરેરા-2016
નીતિશ રાણા-2018
શ્રેયસ ગોપાલ-2019
મોહમ્મદ શમી-2020*

ઉલ્લેખનીય છે કે રોમાંચક બનેલી આ મેચમાં પંજાબે બેંગ્લૉરને આઠ વિકેટે છેલ્લા બૉલે હાર આપી હતી. પંજાબની આ બીજી જીત છે જ્યારે બેંગ્લૉરની આ ત્રીજી હાર છે. બેંગ્લૉરે પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા, રનોનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે સારી શરૂઆત કરી અને અંતે 8 વિકેટે મેચ જીતી લીધી છે. છેલ્લા બૉલે નિકોલસ પૂરને એક છગ્ગો ફટકારીને મેચમાં પંજાબની જીત અપાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here