પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી મિશન બિહારની શરુઆત થઈ રહી છે. ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન 12 રેલીઓને સંબોધિત કરશે. ખાસ કરીને દરેક સ્ટેજ પર જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર રોજ 3 રેલીઓ સંબોધન કરશે.

  • નરેન્દ્ર મોદી દર રોજ 3 રેલીઓ સંબોધન કરશે
  •  નરેન્દ્ર મોદીની 23 ઓક્ટોબરની પહેલી રેલી સાસારામ, ગયા અને ભાગલપુરમાં
  • 28 ઓક્ટોબરે બીજી રેલી દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં

પીએમ નરેન્દ્ર મોદીની 23 ઓક્ટોબરની પહેલી રેલી સાસારામ, ગયા અને ભાગલપુરમાં થશે. જ્યારે 28 ઓક્ટોબરે બીજી રેલી દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં થશે. નવેમ્બરે ત્રીજી રેલી છપરા, મોતિહારી અને સમસ્તીપુરમાં થશે અને છેલ્લી રેલી 3 નવેમ્બરે સહરસા, અરરિયા અને બેતિયામાં થશે.

ઉલ્લેખનીય છે કે બિહારમાં એનડીએએ પોતાનો પ્રચાર જોરશોર રીતે શરુ કરી દીધો છે. નીતિશ કુમાર સતત હવે જનસભાઓ કરી રહ્યા છે. પહેલા તે ફક્ત વર્ચ્યૂઅલ રેલી કરી રહ્યા હતા. પરંતુ હવે એક્ચ્યૂઅલ રેલી કરી રહ્યા છે. ત્યારે ભાજપ તરફથી પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા સતત બિહારમાં પ્રચાર કરી રહ્યા છે. 23થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ મેદાનમાં ઉતરવાના છે.

આ વખતે બિહારમાં એનડીએમાં જેડીયૂ જ મોટો ભાઈ બની ને સામે આવી છે .સીટોની વહેંચણીમાં જદયુને 122 અને ભાજપને 121 સીટો મળી હતી. જેમાં જેડીયુએ પોતાના કોટામાંથી જીતન રામ માંઝીની હમ પાર્ટીને 7 સીટો આપી હતી. જ્યારે ભાજપને પોતાના કોટાથી મુકેશ સહનીની  VIPને 11 સીટો આપી હતી.

ત્યારે આ વખતે જનશક્તિ પાર્ટી એનડીએનો ભાગ નથી. ચિરાગ પાસવાન પહેલાથી નીતિશ કુમારથી નારાજ છે અને તેમણે એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે. ભાજપના અનેક નેતા લોજપામાં શામિલ થઈ ચૂક્યા છે. ત્યારે ચિરાગ પાસવાન સતત હુંકાર ભરી રહ્યા છે કે આ વખતે ભાજપની આગેવાનીમાં સરકાર બનશે અને લોજપા તેમની સાથે રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here