બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ કરી રહ્યા છે. આ શૉ ટીવી જગતનો સૌથી લોકપ્રિય ટીવી શૉઝમાંથી એક છે. ગયા ગુરુવારના એપિસોડમાં અમિતાભ બચ્ચને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમ્યા વગર જ કન્ટેસ્ટન્ટને હોટસીટ પર આવવાનો ચાન્સ આપ્યો.

  • કેબીસીમાં બની આ ઘટના
  • શૉ પર થઇ એક કન્ટેસ્ટન્ટ ઇમોશનલ 
  • શું છે આ ઇતિહાસની ઘટના 

આ કન્ટેસ્ટ્ન્ટ એટલે પશ્ચિમ બંગાળથી આવેલી રુના સાહા. રુનાએ સતત 2 વાર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમી અને જીતી ન શકી. જેનાથી તે ઘણી જ ઇમોશનલ થઇ ગઇ અને તે સેટ પર જ રોવા લાગી. જેને જોઇને બિગ-બી પણ ઇમોશનલ થઇ ગયા અને તેમને સ્ટેજ પર બોલાવી લીધા. જ્યારે બચ્ચને તેને સ્ટેજ પર બોલાવી ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. 

અમિતાભે રુનાને સમજાવતા કહ્યું કે હવે રોવાનો સમય જતો રહ્યા છે હવે ટિશ્યુનો સમય આવી ગયો છે. રુનાને કહ્યું કે તે હવે સ્ટેજ પર હોટસીટ પર બેસવાનો સમય આવી ગયો છે. બાદમાં રુના હોટસીટ પર બેઠી અને વિધઆઉટ લાઇફલાઇન 10 હજારનો પડાવ પાર કરી દીધો હતો. 

રુનાએ જણાવ્યું કે, કેવી રીતે ઓછી ઉંમરમાં જ તેના લગ્ન થઇ ગયા અને લગ્ન બાદ મોટાભાગનો સમય કામમાં જ વિતાવતી હતી પરંતુ તે હંમેશાથી પોતાની ઓળખાણ બનાવવા ઇચ્છતી હતી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here