ગ્રોસરી સ્ટોર્સના સામાનની ખરીદી કરવા, પાણી અને વીજળીનું બિલ ભરવા અને ગેસ સિલેન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએસનું રિચાર્જ કરવા અથવા ઓનલાઈન ઓર્ડર માટે તમે પેટીએમ વાપરતા હશો. જો તમે પણ સામાન્ય લેવડદેવડ માટે પેટીએમ વાપરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ કરવું આજથી મોંઘુ થઈ ગયું છે.

  •  1 જાન્યુઆરી 2020થી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
  •  હવે કંપનીઓના નિયમો બદલાયા છે
  •  કંપની હાલમાં 1 ટકા કેશબેક આપી રહી છે

હકિકતમાં અત્યાર સુધી ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં મની લોડ કરવામાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડચો નહોતો. પરંતુ હવે કંપનીઓના નિયમો બદલાયા છે. paytmbank.com/ratesCharges પર આપવામાં આવેલી માહિતી મુજબ 15 ઓક્ટોબર 2020થી કોઈ વ્યક્તિ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી મની એડ કરે છે તો 2 ટકા વધારે ચાર્જ ચુકવવો પડશે. આ 2 ટકા ચાર્જમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે જો તમે ક્રેડિટ કાર્ડમાંથી પેટીએમ વોલેટમાં 100 રુપિયા એડ કરો છો તો 102 પેમેન્ટ કરવાનું રહેશે. પહેલા આ નિયમ 9 ઓક્ટોબરથી અમલમાં આવવાનો છે. જોકે ક્રેડિટ કાર્ડથી પેટીએમ મની લોડ કરવા પર કંપની હાલમાં 1 ટકા કેશબેક આપી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here