દૂરસંચાર વિભાગે (Department of Telecommunications) 5G સર્વિસ શરૂ કરવા માટે રક્ષા વિભાગ (Ministry of Defence) અને અંતરિક્ષ વિભાગ (Department of Space)ને મધ્યમ અને ઉચ્ચ સ્પેક્ટ્રમ બેન્ડ ખાલી કરવા માટે વિનંતી કરી છે. સુત્રો અનુસાર કેબિનેટ સચિવ રાજીવ ગૌબા (Rajiv Gauba)ની અધ્યક્ષતામાં બનાવેલી એક સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ સમિતિ સ્પેક્ટ્રમ સાથે જોડાયેલ મુદ્દાના સમાધાન માટે ગઠિત કરવામાં આવી છે.

સરકારે 2020માં જ 5G સર્વિસ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

દેશમાં 5G સર્વિસ શરૂ કરવામાં વિલંબનું મુખ્ય કારણ રક્ષા મંત્રાલય, અંતરિક્ષ વિભાગ અને વિભાગ વચ્ચેનો વિરોધાભાસ છે. સરકારે 2020માં જ 5G સર્વિસ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પણ સુત્રોનું માનીએ તો જો આ મામલાનો ઉકેલ આવશે તો પણ 2021ના શરૂઆતના મહિનાઓમાં જ સ્પેક્ટ્રમની નિલામી કરવામાં આવી શકે છે.

દૂરસંચાર વિભાગે ક્ટ્રમ ખાલી કરવા માટે કહ્યું

દૂરસંચાર વિભાગે રક્ષા મંત્રાલયે 3300- 3400 મેગાહર્ટ્ઝ અને 3000-3100 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 100 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની માગ કરી છે. તો અંતરિક્ષ વિભાગ પાસેથી 3600-3700 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમ ખાલી કરવા માટે આગ્રહ કર્યો છે. આ સંબંધમાં રક્ષા મંત્રાલય, દૂરસંચાર વિભાગ અને અંતરિક્ષ વિભાગને કરેલાં ઈમેઈલનો તત્કાલ ઉત્તર મળી શકતો નથી.

TRAIએ દૂરસંચાર વિભાગના મંતવ્ય માગવા પર આગામી સમયમાં માત્ર 3300-3600 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ નીલામી કરવા સલાહ આપી છે. TRAIએ આ બેંડમાં પ્રત્યેક મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે 492 કરોડ રૂપિયાની કિંમત ભલામણ કરી છે. સુત્રો પ્રમાણે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ મધ્યમ શ્રેણીમાં 400 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here