હાલ તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. પહેલા નવરાત્રી ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર ઠપ થઇને પડ્યાં છે. ત્યારે રાજ્યમાં સારા વરસાદના પગલે મગફળીની મબલખ આવક જોવા મળી છે. તેમ છતાં બે દિવસમાં તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયો વધારો જોવા મળ્યો છે.

  • તહેવારોને લઇ સિંગતેલના ભાવમાં સતત વધારો
  • મબલખ મગફળીની આવક છતાં સીંગતેલના ભાવમાં વધારો
  • બે દિવસમાં 15 કિલો સીંગતેલના ડબ્બમાં રૂ.50નો વધારો


હાલ તહેવારોની સિઝનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બીજી તરફ સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં મબલખ મગફળી આવક છતાં સીંગતેલના ભાવમાં વધારો થયો છે.

ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 15 કિલો સીંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2 હજાર 145થી માંડીને  2 હજાર 185 સુધી પહોંચ્યાં છે. કપાસિયા તેલનો  ભાવ પણ રૂપિયા 1500થી મોડીને 1600 સુધી થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here