ઉત્તરપ્રદેશ (UttarPradesh) ના પીલીભીત ( Pilibhit) માં નેશનલ હાઇવે-30 પર આજે વહેલી સવારે એક ભયંકર રોડ અકસ્માત (Accident) થયો. આ અકસ્માતમાં 7 લોકોનાં પ્રાણ પંખેરૂં ઉડી ગયા અને 24 થી વધુ લોકો ઘાયલ થયાં છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે બોલેરો કારના ડ્રાઇવરને સવારે ઝોકુ આવી ગયું હતું. આ દરમ્યાન તેણે ચાલતી બસને ટક્કર મારતાં બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 6 મુસાફરો અને પીકઅપ વાનમાં બેઠેલા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.

રિપોર્ટના મતે આ અકસ્માત આજે વહેલી સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો. જ્યારે લખનઉ (Lucknow) થી આવી રહેલ પીલીભીત ડેપોની બસને બોલેરોના ડ્રાઇવરે ટક્કર મારી દીધી. ટક્કર લાગતા જ બસ પલટી ગઇ. આ અકસ્માતમાં 7 પેસેન્જર્સનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ. તેમાં એક મહિલા સામેલ છે. 24 ઘાયલોમાંથી 8ની સ્થિતિ ગંભીર છે. તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક સ્થાનિક નાગરિકે કહ્યું કે લખનઉથી બસ પીલીભીત આવી રહી હતી જ્યારે તેના વિપરિત દિશામાં બોલેરો  જઇ રહી હતી. આ દરમ્યાન તેજ રફતારથી આવી રહેલી બસને બોલેરોના ડ્રાઇવરે ટક્કર મારી દીધી. ટક્કર એટલી તેજ હતી કે બસનું સંતુલન બગડી ગયું અને બસ પલટી ગઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here