ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં ફરી ડોકટર અને નર્સ કોરોનાની ઝપેટમાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે કોરોનાના 101 દર્દીઓની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

  • સુરતમાં કોરોના વાયરસનો કહેર યથાવત
  • સ્મીમેર હોસ્પિટલના તબીબ થયા સંક્રમિત
  • 17 જેટલા વેપારી પણ આવ્યા કોરોનાની ઝપેટમાં


સુરત શહેરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટમાં દાખલ 111 દર્દીમાંથી 65 દર્દીઓની ગંભીર સ્થિતિ છે. સિવિલ હોસ્પિટલમાં 5 દર્દી વેન્ટિલેટર, 18 બાઇપેપ, 41 ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. 

સુરતની સ્મીમેરમાં હોસ્પિટલના તબીબો સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના ડોકટર અને નર્સ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. આ સાથે શહેરના 17 જેટલા વેપારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. મસ્કતિ હોસ્પિટલના બે વોર્ડ બોય પણ સંક્રમિત થયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here