કોઈપણ પાકની સિઝનમાં કોઈપણ ખેડુત સબસિડી પ્રાપ્ત રાસાયણિક ખાતર ખરીદી શકે તે અંગેની ટોચ મર્યાદા નક્કી કરવાની યોજના પર કેન્દ્ર સરકાર કામ કરી રહ્યું છે. આ યોજનાના આધારે કેન્દ્ર સરકાર એ વાતનુ અનુમાન લગાવી શકશે કે કેટલા ખેડુતો સબસિડી પ્રાપ્ત રાસાયણિક ખાતરોની ખરીદી કરીને તેનો ઉપયોગ કરે છે.

આ ખરીદીના આંકડાના આધારે સરકાર સબસિડી પ્રાપ્ત રાસાયણિક ખાતરનુ ઉત્પાદન કરતી કંપનીને તેટલી બેગની જ ચુકવણી કરશે. મતલબ કે ખેડુતો રાસાયણિક ખાતરની જેટલી બેગ ખરીદશે તેટલી બેગની ચુકવણી કંપનીઓ કરાશે. આ તમામ બાબતની નોંધણી પોઈંટ ઓન સેલ મશીન (પીઓએસ) પર કરાશે. ભૂતકાળમાં ફેક્ટરી અને બંદર પરથી મોકલાયેલી રાસાયણિક ખાતરની બેગ જિલ્લાના મથકો કે ગોડાઉનમાં પહોંડયા બાદ, આ તમામ બેગના પૈસા કંપનીઓને ચુકવી દેવાતા હતા.

આ ખાતરની બેગ ખેડુતો સુઘી પૂરતા પ્રમાણમાં પહોંચી છે કે નહીં તે અસ્પષ્ટતા રહેતી હતી. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીનુ કહેવું છે કે, ખાતરની બેગ સગેવગે થાય છે તેને રોકવાનુ અને આ ખાતરની બેગ જરુરિયાતમંદ ખેડુતો સુધી પહોંચે તે તેનુ લક્ષ છે.

જો ખેડૂત ન હોય તેવા લોકો ખાતરની ખરીદી કરશે તો તે પીઓએસમાં નોંધાશે. ખરીદી વખતે આધારકાર્ડ આપવુ પડશે. આ ઉપરાંત વ્યક્તિનુ નામ, તેની બાયોમેટ્રિક ખરાઈ થશે અને તે માહિતી પીઓએસ ડિવાઈઝમાં નોંધાશે અને પછી રાસાયણિક ખાતર વિભાગના ઓનલાઈન ર્ફિટલાઈઝર પ્લેટફોર્મ ઈ-ઉર્વરક સાથે જોડાશે. આ ઓનલાઈન પ્લેટફોર્મ ડેટાબેઝ ઉભો કરશે. જેના આધારે નક્કી થશે કે ક્યાં ખેડુતો ખરા લાભાર્થી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here