રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા ગુર્જર અનામત સંઘર્ષ સમિતિને મહાપંચાયત બોલાવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ મહાપંચાયત બોલાવાને લઇને કેટલીક શરત રાખવામાં આવી છે. પહેલી શરત એ છે કે ગુર્જર સમાજે તેના માટે જિલ્લા કલેકટરને એક આવેદન સોંપવાનું રહેશે અને બીજી શરત એ છે કે મહાપંચાયતમાં 100થી વધારે લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય પછી હવે ગુર્જર સમાજે આજે મહાપંચાયત બોલાવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આ મહાપંચાયતને ધ્યાનમાં લઇને 16 ઓક્ટોબરની મધ્યરાત્રીથી 17 ઓક્ટોબરની અડધી રાત સુધી રાજસ્થાનના બયાના, વીર, ભુસાવર અને ભરતપુર જિલ્લાના રુપવાસમાં 2G, 3G અને 4G ડેટા ઇન્ટરેન્ટ, વ્હોટસ એપ, ફેસબુક તેમજ ટ્વિટર અન્ય સોશિયલ મીડિયા (વોયસ કોલને છોડીને) સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં આરક્ષણ મુદ્દે ગુર્જર સમાજ દ્વારા મહાપચંયાત યોજવામાં આવે છે. જો કે આ વખતે કોરોના કાળને ધ્યાનમાં લઇને મહાપંચાયતમાં 100થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવી નથી. રાજસ્થાનના હાઇકોર્ટના નિર્ણય બાદ આ મહાપંચાયત બોલાવામાં આવી છે.

હાઇકોર્ટના નિર્ણય બાદ બોલાવામાં આવેલી આ મહાપંચાયતમાં ગુર્જર નેતા કર્નલ કિરોડીસિંહ બેંસલા મહાપંચાયતમાં હાજર રહેશે.  જો કે ગુર્જર સમાજની મહાપંચાયતને ધ્યાનમાં લઇને કેટલાક વિસ્તારોમાં મધ્યરાત્રી સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં છેલ્લા 14 વર્ષથી ગુર્જરોનું આરક્ષણ ચાલતું આવી રહ્યું છે. ગુર્જર આંદોલનમાં અત્યાર સુધીમાં 72 લોકોના મૃત્યું થયા છે. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here