ઠંડીમાં પ્રદૂષણ વધે છે એ સામાન્ય વાત છે પણ આ વખતે કોરોના મહામારીને કારણે પ્રદૂષણ વધારે મુશ્કેલી ઉભી કરશે તેવું નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણને કારણે કોરોનાની વધુ અસર જોવા મળી શકે છે અને કોરોનાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

કોરોનામાંથી મુક્ત થયા છે તેમણે વધારે ધ્યાન રાખવાની જરૂર

પર્યાવરણ અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જે લોકો કોરોનામાંથી મુક્ત થયા છે તેમણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. પ્રદૂષણને કારણે આવા લોકોને ફરીથી સંક્રમણ થવાની શક્યતા રહેલી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણને કારણે ફેફસામાં ન્યૂમોનિયા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. પર્યાવરણ માટે કામ કરતી એક સંસ્થા સાથે સંકળાયેલા અવિનાશ ચાંચલના જણાવ્યા અનુસાર એવા પૂરતા પુરાવા છે જેના પરથી સાબિત થાય છે કે વાયુ પ્રદૂષણને કારણે વાયરલ ઇન્ફેકશનનું પ્રમાણ વધે છે અને તેના ફેલાવવાનો દર પણ વધે છે.

ભારતના રાજ્યોમાં ઠંડીની સાથે પ્રદૂષણનું પ્રમાણ વધે છે

ઉલ્લેખનીય છે કે દર વર્ષે શિયાળાની ઋતુમાં ઠંડી અને પ્રદૂષણનું પ્રમાણ વધે છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીની સાથે પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. દિલ્હી-એનસીઆરમાં 15 ઓક્ટોબરથી ધુમ્મસ અને પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. ઉત્તર ભારતના રાજ્યોના ખેડૂતો શિયાળાની ઋતુમાં પલારી બાળતા હોવાથી તેનાથી પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે.

પરાલી બાળવાથી ઉત્પન્ન થતા ધુમાડાથી અસૃથમાના દર્દીઓને સૌથી વધુ તકલીફ પડે છે. જો તમારા ફેફસા નબળા હોય તો કોરોના દરમિયાન તમને ન્યૂમોનિયા થવાની શક્યતા વધી જાય છે. જેના કારણે આગામી દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનું વધારે ધ્યાન રાખવું પડશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણ અને કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ માસ્ક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here