જામનગર પોલીસે ભૂમાફિયા જયેશ પટેલની ગેંગનો સફાયો કરવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે જયેશ ગેંગના આઠ સભ્યોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે 8 આરોપીઓ સહીત 13 સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ભૂમાફિયા જયેશ પટેલની ગેંગ છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેર જીલ્લામાં કાર્યરત હતી અને જમીનો પચાવી પડવી, ધાકધમકીઓ આપવી, વગેરે ગુનાહિત કાવતરા કરતા હતા.