પૂર્વ લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર 6 મહિનાથી ભારત અને ચીનની વચ્ચે તણાવ ચાવું છે. જેને સમાપ્ત કરવા માટે સતત અનેક સ્તરે બેઠકો યોજાઈ રહી છે. જો કે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ચીને હાલમાં કરેલી વાતચીતમાં શરત મુકી હતી કે ભારતીય સેના પેંગોંગ લેકની દક્ષિણ વિસ્તાર પરથી સેના હટાવે. જેના પર ભારતે સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે સેના બન્ને તરફથી હટવી જોઈએ. કોઈ પણ કાર્યવાહી એક તરફી નહીં થાય.

  • ભારતે 7 જગ્યાઓ પર એલએસી પાર કરી 
  •  ચીને કહ્યું કે ભારતની સેના પહેલા દક્ષિણ વિસ્તારમાંથી પાછી હટે
  • ભારતે કહ્યું બન્ને દેશોની સેના એક સાથે કિનારા પરથી હટશે

એક અંગ્રેજી ન્યૂઝ પેપરના જણાવ્યાનુંસાર ભારતે ચીની કાર્યવાહીનો જવાબ આપવા માટે 7 જગ્યાઓ પર એલએસી પાર કરી છે. રિપોર્ટમાં સૂત્રોના જણાવ્યાના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. તેમજ સૂત્રોએ કહ્યું છે કે એક વાર્તામાં ચીને કહ્યું કે ભારતની સેના પહેલા દક્ષિણ વિસ્તારમાંથી પાછી હટે ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે બન્ને દેશોની સેના એક સાથે કિનારા પરથી હટશે.

હકિકતમાં ઓગસ્ટમાં ભારતીય સેનાએ ચશૂલના તમામ સેક્ટરમાં પોતાના પેટ્રોલિંગ વાળી જગ્યાઓની આગળ જતા રહ્યા છે. હવને આ વિસ્તાર પર ભારતનું દબાણ છે. અહીંથી ન ફક્ત ભારતની નજર સ્પાંગુર ગૈપ બલ્કિ મોલ્દોમાં ચીનની ટુકડીની મુવમેન્ટ પણ ત્યાંથી દેખાય છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભારત અને ચીનની વચ્ચે 7 દોરની વાર્તા થઈ ચૂકી છે. રાજનયિક અને રાજનીતિક સ્તર પર પણ ભારત ચીનના વલણને લઈને સજાગ છે. મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વચ્ચે થયેલી બેઠક બાદ એલએસી પર ચીન પોતાના વલણથી બહાર નથી આવતુ.

અખબારના રિપોર્ટ મુજબ એક સોર્સે કહ્યું કે બેજિંગનું કહેવું છે કે તે બન્ને દેશોની સીમા પર શાંતિ અને અમન ઈચ્છે છે. ભારત પણ એ જ ઈચ્છે છે. ચીને એમ પણ નથી જણાવ્યું કે તો પછી આટલી મોટી સંખ્યામાં સૈન્ય કેમ તૈનાત કર્યું છે. ચીન પર કોઈ વિશ્વાસ નથી. ત્યાં કંઈ પણ થઈ શકે છે. અમે કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here