ડોક્ટરની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.ત્યારે સુરતમાં ડોક્ટરની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કોટન-કપડુ- ટીસ્યુ ભૂલી ગયા.જો કે ઓપરેશનના 21 દિવસ બાદ સીટી સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની બેદરકારી સામે આવી.

પગમાં દુખાવો થતાં લીધી નિષ્ણાંત ડોક્ટરની સલાહ

શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય દશરથભાઈ પટેલને હાથ પગમાં દુખાવો થતો હતો જેથી દશરથભાઈએ ફેમીલી ડોક્ટરની સલાહ લીધી હતી અને ત્યારબાદ નિષ્ણાંત ડોક્ટરને બતાવા ગયા હતા જ્યાં ડોકટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું.

ઓપરેશન બાદ ટાંકામાં રૂઝ ન આવતા થયો ખુલાસો

સાત કલાક ઓપરેશન બાદ દશરથભાઈને ૧૦ દિવસે રજા આપવામાં આવી હતી.જો કે દશરથભાઈને ટાંકામાં રૂઝ આવતી નહોતી જેથી ડોકટરે સીટી સ્કેન કરતા ટાંકામાં કોટન, કપડું અને ટીસ્યુના રેસા જોવા મળ્યા હતા.જેથી ડોકટરે તાત્કાલિક ઓપરેશન કરી કોટનના રેસા દુર કર્યા હતા.જેને પગલે દર્દી દશરથભાઈએ મણકા સ્પેશ્યાલીસ્ટ સામે ફરિયાદ નોધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here