કોરોના વાયરસને લઈને રોજના નવા નવા સંશોધનો સામે આવે અને તેમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં કરવામાં આવેલા રિસર્ચમાં ઓ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઓછો જોવ મળી રહ્યો છે. જો આ બ્લડ ગ્રુપના લોકો સંક્રમણની અડફેટમાં આવી પણ જાય છે તો ગંભીર પરિણામની આશંકા બહું ઓછી હોય છે.

  • આમને કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઓછો
  • ઓ બ્લડ ગ્રુપ વાળા લોકો પોઝિટિવ થયા તો પણ ખતરો નહીંવત
  • અધ્યયન માટે 4.73 લાખથી વધારે લોકોના કોરોના ટેસ્ટ કર્યા

પ્રતિષ્ઠિત પત્રિકા બ્લડ એન્ડવાન્ટેઝમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્લડ ગ્રુપ વાળા લોકોમાં કોરોનાનું સંક્રમણ બહું ઓછુ છે શોધકર્તા અને યૂનિવર્સિટી ઓફ સાઉદર્ન ડેનમાર્કના ટોર્બન બૈરંગટનનું કહેવું છે કે તે દેશોની સ્થિતિ અલગ છે.

શોધકર્તાઓએ અધ્યયન માટે 4.73 લાખથી વધારે લોકોના કોરોના ટેસ્ટ કર્યા છે. આ અધ્યયનમાં જોવા મળ્યું કે જેટલા પણ કોરોના ગ્રસ્ત હતા, જેમાં ઓ પોઝિટિવ લોકો બહું ઓછા હતા. સંક્રમિતોમાં એ, બી અને એબી બ્લડ ગ્રુપ વાળાની સંખ્યા સૌથી વધારે હતી.

શોધકર્તા એ, બી અને એબી બ્લડ ગ્રુપમાં મધ્ય સંક્રમણના દરમાં કોઈ ખાત અંતર નથી શોધી શકાયુ. શોધકર્તાઓના જણાવ્યાનુંસાર જો એ અને એબી બ્લડ ગ્રુપ વાળા લોકો કોરોનાની અડફેટે આવે છે તો શ્વાસ લેવામાં ખૂબ સમસ્યા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here