કોરોના મહામારીએ આપણને ઘણુ ઘણુ શિખવ્યુ. આ પહેલા આપણે કોઇ કોરન્ટાઇન, સોશિયલ ડિસ્ટન્સીંગ, લોકડાઉન, વર્ક ફ્રોમ હોમ જેવા શબ્દોથી અપીરીચિત હતા. હવે આપણને ઘરે જ કેટલાક કામ કરવાની આદત પડી ગઈ છે. કેંન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) હાલમાંજ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)માં ડોરસ્ટેપ બેંકિંગ સેવા આપવાની જાહેરાત કરી છે.

જાહેર ક્ષેત્રની બેંકોની આ સુવિધાથી જે લોકો બેંક શાખાની મુલાકાત લેવામાં અસમર્થ છે તેઓ રાહત મેળવી શકશે.બેંકોની આ સુવિધાથી (Doorstep Banking Services) 70 વર્ષથી ઉપરના વૃદ્ધ, અપંગ અને દૃષ્ટિહીન લોકોને તેમના ઘરે બેંકિંગ સેવાઓ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.

ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ
ડોરસ્ટેપ બેંકિંગ માટે નોંધણી કેવી રીતે કરવી? કોઈ પણ બેંકની મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેંકિંગ સેવા માટે નોંધણી કરાવી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે, એક ફોર્મ ભરવાનું રહેશે. આ વિકલ્પ ફક્ત બેંક શાખાથી 5 કિ.મી.ના અંતર સુધી મળશે. ઉપરાંત, ડોરસ્ટેપ બેંકિંગ સેવા (Doorstep Banking Registration) માટે નોંધાયેલા મોબાઇલ નંબર પર એસએમએસ SMS સુવિધા મળશે.

ડોરસ્ટેપ બેંકિંગમાં કઈ સેવાઓ ઉપલબ્ધ થશે?
આ સુવિધા હેઠળ ખાતાધારકોને આર્થિક અને નાણાંકીય બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. ડિમાન્ડ ડ્રાફ્ટ, ખાતાના નિવેદનની માહિતી, નવો ચેક મેળવવા, મુદત જમા કરાવવાની પ્રાપ્તિ, ફોર્મ 16 પ્રમાણપત્ર, ફોર્મ 15 જી / 15 એચ સબમિટ કરવા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે, નાણાકીય સેવાઓથી રોકડ થાપણ અથવા રોકડ ઉપાડ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here