સમગ્ર વિશ્વમાં કપટી ચીનની ચાલો છતી થઈ ગઈ છે. ત્યારે ચીન – ભારતના ઘર્ષણ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારત અને નેપાળ સહિત તેના પડોશી દેશો પર ખરાબ નિયત અનુસાર પગલાં ભરનારા ચીને તાઈવાનને લઇને એક નવી ચાલ કરી છે. ચીની સેનાએ તાઇવાન પર હુમલો કરવાની તૈયારી કરતી વખતે દક્ષિણ પૂર્વ કિનારે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાનોમાં વધારો કર્યો છે.
ચીની સેનાએ તાઇવાન પર હુમલો કરવાની તૈયારી

નોંધનીય છે કે સૂત્રો અનુસાર ચીનના આ વિસ્તારમાં તૈનાત પોતાની જુની મિસાઈલ ડીએફ-11 એસ અને ડીએફ-15એસને સૌથી મોર્ડન હાઈપર સોનિક મિસાઈલ ડીએફ-17 સાથે બદલાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીનના ન્યૂઝ પેપર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર ડીએફ-17 હાઈપર સોનિક મિસાઈલ ધીરે-ધીરે જુની ડીએફ-11 એસ અને ડીએફ -15એસને બદલી દેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “ચીનની નવી એડવાન્સ મિસાઇલો પહેલાની તુલનામાં ઘણી વધારે સક્ષમ છે અને વધુ ચોકસાઈથી લક્ષ્યોને હિટ કરવામાં અત્યંત સક્ષમ છે.” તેમ છતાં, તાઇવાન ક્યારેય ચીનના શાસક પક્ષ દ્વારા નિયંત્રિત નથી કરવામાં આવ્યું, પરંતુ ચીન તાઇવાનને તેની સરહદનો એક ભાગ કહેવાનું ચાલુ રાખે છે.
જવાનોની સંખ્યામાં પણ કર્યો વધારો

ફુજિયન અને ગુઆંગડોંગનો બંને મરીન કોર્પ્સ અને રોકેટ ફોર્સ બેઝનો વિસ્તાર થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે “ફુજિયન અને ગુઆંગડોંગમાં દરેક રોકેટ ફોર્સ બ્રિગેડ હવે સંપૂર્ણ રીતે સશસ્ત્ર છે. ત્યારે બીજી તરફ આ મામલામાં વધુ જણાવવામાં આવ્યું હતું કે પૂર્વીય અને દક્ષિણ થિયેટર કમાન્ડની કેટલીક મિસાઇલો પણ તાજેતરના વર્ષોમાં બમણી થઈ ગઈ છે. “ઉલ્લેખનીય છે કે તે જણાવે છે કે પીએલએ તાઇવાન સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.”