ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ થઈ પછી સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવરમાં પંજાબે 4 બોલમાં 12 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો.

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ થઈ પછી સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવરમાં પંજાબે 4 બોલમાં 12 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો. પંજાબે જોરદાર પ્રદર્શન કરીને નંબર વન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પણ  ક્રિકેટના રોમાંચ વચ્ચે ગ્લેન મેક્સવેલને તેના અત્યંત ખરાબ પ્રદર્શન બદલ ચાહકો ભારે ટ્રોલ કરી રહ્યા છે.

મેક્સવેલ કિંગ્સ ઈલેવનની જીત પછી  રાત્રે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. મેક્સવેલની મજાક ઉડાવતા કેટલાકે ટીકા કરી કે, પ્રીતિ ઝિન્ટાએ મેચમાં મેક્સવેલ કરતાં વધુ કેલરી બાળી છે. ઘણા ચાહકોએ તેને ગોરો આફ્રિદી ગણાવ્યો છે. આફ્રિદીની જેમ મેક્સવેલ પણ એકાદ ધમાકેદાર ઈનિંગ રમ્યા પછી લાંબા સમય સુધી ચાલતો જ નથી. મેક્સવેલે આઈપીએલની આ સીઝનની 9 મેચમાં 11.60ની એવરેજ અને 92.06ની સ્ટ્રાઇક રેટથી માત્ર 58 રન જ બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here