ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ સહિત ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, તેમની જાણકારી આપનારાને પોલીસે અગાઉ 50 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.ધીરેન્દ્ર પ્રતાપ પર આરોપ છે કે તેણે જાહેરમાં એક બેઠકમાં પોલીસની હાજરીમાં જ 46 વર્ષીય જય પ્રકાશ પાલની હત્યા કરી હતી. આ ઘટના બાદ સરકારે એસડીએમ ઉપરાંત 11 પોલીસકર્મીઓ અને અિધકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

લખનઉથી ઝડપાયા અન્ય ચાર આરોપી

પોલીસ અિધકારીઓના જણાવ્યા અનુસાર િધરેન્દ્ર પ્રતાપને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા લખનઉથી જ્યારે અન્ય આરોપી સંતોષ યાદવ, અજયસિંહ, ધર્મેન્દ્રસિંહને બલિયામાંથી જ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એફઆઇઆરમાં 30થી પણ વધુ આરોપીઓના નામ છે, તેથી અન્યોની શોધખોળ ચાલી રહી છે. જોકે મોટા ભાગના લોકોની ઓળખ કરવાની પણ બાકી છે તેથી તપાસ પ્રક્રિયાને તેજ કરવામા આવી છે.

બલિયા

ધીરેન્દ્ર પ્રતાપ લખનઉના પોલીટેકનિક વિસ્તારમાંથી ઝડપાયો હતો, જેની જાણકારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના આઇજી અમિતાભ યશ દ્વારા આપવામાં આવી હતી. ક્રોસિંગ પાસે ધીરેન્દ્ર તેના મિત્રની રાહ જોઇ રહ્યો હતો અને કોઇ અન્ય સૃથળે ભાગવાની તૈયારીમાં હતો ત્યારે જ ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી એક આધારકાર્ડ અને એક હજાર રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here