આવનારા દિવસોમાં ATMમાંથી પાંચ હજાર રૂપિયાથી વધારેની રકમ નીકાળવા પર તમને વધારાનો ચાર્જ આપવો પડી શકે છે. આ ચાર્જ તમારા પાંચ મફત ટ્રાન્જેક્શનમાં સામેલ નહીં હોય, તેના માટે તમારે અલગથી રકમની ચૂકવણી કરવી પડશે. અને આ ત્યારે જ લાગુ પડશે જ્યારે તમે ATMમાંથી પાંચ હજાર કરતાં વધારે રકમ ઉપાડો છે.

એક વખત પાંચ હજારથી વધારે રકમ નીકાળતાં કોઈ ગ્રાહકને 24 રૂપિયા સુધી આપવા પડી શકે છે. હાલના સમયમાં ATMમાં પાંચ મફત ટ્રાન્જેક્શન કરી શકાય છે. તે બાદ તે જ મહિનામાં વધારે ટ્રાન્જેક્શન કરતાં છઠ્ઠા ટ્રાન્જેક્શન પર 20 રૂપિયા ચૂકવવા પડે છે. ભારતીય રિઝર્વ બેંકની ATM ચાર્જની સમીક્ષા માટે ગઠિત કરેલ સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. તેના આધાર પર બેંક આઠ વર્ષ બાદ ATM ચાર્જમાં બદલાવ કરી શકે છે.

આ ઉપરાંત કમિટીએ દસ લાખથી ઓછી આબાદીવાળા શહેરોમાં ATMથી લેણ-દેણ વધારવા પર જોર આપ્યું છે. અહીં મોટા ભાગે લોકો ઓછી રકમ નીકાળે છે, એટલે સમિતિએ નાના ટ્રાન્જેક્શનને જ ફ્રી ટ્રાન્જેક્શનમાં રાખ્યું છે. નાના શહેરોમા ગ્રાહકોને અન્ય બેંકોના ATM પર દર મહિને છ વખત પૈસા નીકાળવાની છૂટ મળે છે. હાલ નાના શહેરોમાં ફક્ત પાંચ વખત જ પૈસા નીકાળી શકાય છે. જ્યારે દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં ATMથી 3 વખત પૈસા નીકાળવાની છૂટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here