પેટાચૂંટણીનો માહોલ માંડ જામી રહ્યો છે ત્યારે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેવા ચિમકી ઉચ્ચારી છે જેના પગલે ભાજપમાં સોંપો પડયો છે. સાંસદ મિતેશ પટેલના એકહથ્થુ રાજકીય વલણથી નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવા એલાન કર્યુ છે.અમૂલ ડેરીની ચૂંટણી વખતે સાંસદ મિતેશ પટેલે પક્ષવિરોધી પ્રવૃતિ કરી મને હરાવ્યો છે તેવો આક્ષેપ ધારાસભ્ય ગોવિંદ પરમારે કર્યો છે.ભાજપના ધારાસભ્યએ રાજીનામુ આપવાની તૈયારી કરતાં ફરી રાજકીય માહોલ ગરમાયો છે.

સાંસદ મિતેશ પટેલના એકહથ્થુ રાજકીય વલણથી નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવા એલાન કર્યુ

થોડાક વખત પહેલાં જ ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના મત વિસ્તારના વિકાસના કામો થતાં નથી તેવુ કારણ દર્શાવી ધારાસભ્યપદેથી રાજીનામુુ ધરી દીધુ હતુ. ઇનામદારને મનાવતા ભાજપની પ્રદેશ નેતાગીરીને નાકે દમ આવ્યુ હતું. ફરી એકવાર ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર રિસાયા છે. ધારાસભ્ય ગોવિંદ પરમારે એવો આક્ષેપ કર્યો છેકે, સાંસદ મિતેશ પટેલ પોતાને જાણે નરેન્દ્ર મોદી ગણે છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં જૂથવાદ અને કોમવાદ ફેલાવી મને હરાવયો છે.

ગોવિંદ પરમાર રાજીનામું આપશે તે અટકળોથી સત્તાધારી પક્ષમાં મચ્યો હડકંપ

આ ઉપરાંત અમૂલ ડેરીમાં સરકારના નોમિનેટેડ સભ્યો નિમવામાં ય મારી બાદબાકી કરાઇ હતી. સાંસદના ઇશારે જિલ્લા સંગઠનમાં ય મારી અવગણના કરવામાં આવી રહી છે.મને કોઇ પુછતુ જ નથી. આ કારણોસર મે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ , ભીખુ દલસાણિયા સહિતના નેતાઓને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાંય કોઇ પરિણામ આવી શક્યુ નથી.

ગોવિંદ પરમારે સ્પષ્ટ કહ્યું કે,મંગળવારે હુ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. જોકે, ધારાસભ્ય પરમારે એ વાતનો ખુલાસો કર્યો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે. હું ધારાસભ્ય છોડી રહ્યો છું. ભાજપ નહી. આમ, ભાજપમાં સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવ્યાં છે જેથી પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં મૂકાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here