ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી (ByElection)નો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. ત્યારે પેટા ચૂંટણીમાં (આજે) સોમવારે ઉમેદવારી (Nominations) પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે કેટલા ઉમેદવાર(Candidate)ફોર્મ પરત ખેંચે છે? તેની રાહ જોવાય રહી છે. આજે સાંજ સુધીમાં પેટા ચૂંટણીના ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ રાજકીય માહોલ ગરમાશે, તેમ જણાય રહ્યુ છે. કેટલાક અપક્ષ ઉમેદવારો  (Independent candidates)છેલ્લા દિવસોમાં ફોર્મ પરત ખેંચી લેતા હોય છે ત્યારે પેટા ચૂંટણીમાં શું થાય છે? તે જોવુ જ રહ્યું.

તમને જણાવીએ દઈએ કે, આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. રાજ્યની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણી પર 102 ઉમેદવારી ફોર્મ માન્ય રખાયા છે. આજે સાંજે તમામ 8 બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે, 135માંથી 33ના ફોર્મ રદ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભરાયેલાં એકસો પાત્રીસ ઉમેદવારીની આજે ચકાસણી થશે. જોકે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓકટોમ્બર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહ્યા છે. તે ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે. દરમિયાન ગઈ કાલે ઉમેવારીપત્રો ભરવાનાં છેલ્લા દિવસે 71 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં. સૌથી વધુ 20 ઉમેવારોએ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બધી જ આઠ બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે. આઠ બેઠકો નીચે પેટાચૂંટણી આ બેઠકોની પેટાચૂંટણી આગામી 3જી નવેમ્બરે યોજાશે.અને 10મી નવેમ્બરે મત ગણતરી થશે.

ગુજરાત રાજ્યની બેઠકો પર વિભાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ પક્ષોની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જાણો કંઈ બેઠક પર કોણ ઉમેદવારો છે તેની પર નજર કરીએ તો..

– અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની સામે કોંગ્રેસમાંથી શાંતિલાલ સેંઘાણી મેદાનમાં છે.

– ધારીમાં ભાજપના જે.વી.કાકડિયા સામે કોંગ્રેસના સુરેશ કોટડિયા..

– મોરબીમાં બ્રિજેશ મેરજા સામે કોંગ્રેસમાંથી જયંતી પટેલ.

– ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસમાંથી મોહન સોલંકી..

– કરજણમાં ભાજપના અક્ષય પટેલ સામે કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા મેદાનમાં છે.

– કપરાડામાં ભાજપમાંથી જીતુ ચૌધરીની સામે કોંગ્રેસમાંથી બાબુભાઈ વરડા.

– ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ સામે કોંગ્રેસે સૂર્યકાંત ગાવિતને મેદાનમાં ઉતાર્યા છે.

– લીંબડી બેઠક પર તેના જૂનાજોગી કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે લીંબડી બેઠક પર ચેતન ખાચરને ઉમેદવાર જાહેર કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here