કેરળના એક કપલે લગ્ન બાદ કરાવેલા રોમેન્ટિક ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ. ટ્રોલ આર્મીએ કપલને ભારતીય સંસ્કૃતિની યાદ અપાવીને ખરાબ રીતે ટ્રોલ કર્યા.

નવી દિલ્હી: કેરળના એક કપલે લગ્ન બાદ કરાવેલા રોમેન્ટિક ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ. ટ્રોલ આર્મીએ કપલને ભારતીય સંસ્કૃતિની યાદ અપાવીને ખરાબ રીતે ટ્રોલ કર્યા. કેરળના ઋષિ અને લક્ષ્મીના લગ્ન 16 સપ્ટેમ્બરે થયા હતાં. પરંતુ કોરોના સંક્રમણના કારણે તેઓ લગ્નનો સમારોહ યોજી શક્યા નહીં. સ્થિતિ થોડી સારી થતા તેમણે રોમેન્ટિક અંદાજમાં ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યું. 

1/5

ફોટોગ્રાફર હાયર કરીને ઈડુક્કીમાં કરાવ્યું ફોટોશૂટ

ફોટોગ્રાફર હાયર કરીને ઈડુક્કીમાં કરાવ્યું ફોટોશૂટ

આ માટે ઋષિએ એક ફોટોગ્રાફર હાયર કર્યો અને ફોટોશૂટ કરાવવા માટે ઈડુક્કીના જંગલ વિસ્તારોમાં પહોંચી ગયા. ત્યાં ઋષિ અને લક્ષ્મીએ એક નોખા અંદાજમાં માત્ર ચાદર લપેટીને રોમેન્ટિક તસવીરો પડાવી. ફોટોશૂટ કરાવ્યા પછી તેમણે ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. 

  2/5

લોકોએ રોમેન્ટિક ફોટોશૂટ પર કર્યા ટ્રોલ

લોકોએ રોમેન્ટિક ફોટોશૂટ પર કર્યા ટ્રોલ

ટ્રોલ આર્મી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની યાદ અપાવીને તેમના પર તૂટી પડી. લોકોએ સોશિયલ મીડિયા પર તેમના માટે અભદ્ર કોમેન્ટ કરી. તેમને ટેગ કરીને ખુબ ટ્રોલ કર્યા. લોકોએ કહ્યું કે કપલના ફોટા યોગ્ય નથી અને અભદ્ર છે. 

  3/5

ફોટોગ્રાફરના કેમેરાની ટ્રિકના કારણે રોમેન્ટિક બની ગયા ફોટા

ફોટોગ્રાફરના કેમેરાની ટ્રિકના કારણે રોમેન્ટિક બની ગયા ફોટા

ઋષિએ કહ્યું કે ફોટોશૂટમાં અમે બંને કપડામાં હતાં. પરંતુ ફોટોગ્રાફરે એવા અંદાજમાં ફોટા પાડ્યા કે રોમેન્ટિક  બની ગયા. સોશિયલ મીડિયા તેમા પણ ખાસ કરીને ફેસબુક પર તેમને ટ્રોલ કરનારા લોકો એ વાતને સમજી શક્યા નહીં અને તેમની સાથે મોરલ પોલિસિંગ કરવા લાગ્યા. 

  4/5

ફોટોશૂટ દરમિયાન સફેદ કપડામાં હતું કપલ

ફોટોશૂટ દરમિયાન સફેદ કપડામાં હતું કપલ

ઋષિની એ વાત પણ સાચી છે કારણ કે ફોટોશૂટમાં તેઓ સફેદ રંગની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતાં. પીડિત કપલનું કહેવું છે કે તેઓ ઓનલાઈન તો ટ્રોલ થયા જ પરંતુ સાથે સાથે અનેક પાડોશી અને સંબંધીઓએ પણ તેમને આ આ તસવીરો વિશે ફરિયાદ કરી. 

  5/5

ટ્રોલ થવા છતાં નહીં હટાવે તસવીરો

ટ્રોલ થવા છતાં નહીં હટાવે તસવીરો

આટલું થવા છતાં કપલ હિંમત હાર્યું નથી. પીડિત કપલનું કહેવું છે કે તેઓ અભદ્ર ટિપ્પણીઓ છતાં સોશિયલ મીડિયા પરથી ફોટા હટાવશે નહીં. આ સાથે જ તેમણે નિર્ણય લીધો છે કે તેઓ ટ્રોલ આર્મીને કોઈ જવાબ નહીં આપે અને કોઈ લીગલ એક્શન પણ નહીં લે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ weddingstoriesphotography, painmaker143, mrs_painmaker પરથી લેવાઈ છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here