ગુજરાત રાજ્યના આ શહેરમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ખીચડી અને કુતરાની રસી બાદ હવે સુરત મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે.  કોરોના કાળ દરમ્યાન સુરત મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે.

સુરત મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો

આરટીઆઈમાં માત્ર શહેરના સેન્ટ્રલ ઝોનની વિગતો સામે આવી છે. આરટીઆઈમાં 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી માગવામાં આવી. જેમા સામે આવ્યુ કેસ પતરા માટે રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા હતા. જોકે,  4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણવામાં આવે છે.  તેના માટે  મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટ ચૂકવાયા. તો એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને મનપાએ 9 એપ્રિલથી 10 જૂન સુધી  6 લાખ 92 હજાર 292 ચૂકવાયા.. આ ઉપરાંત સુવિધા કેટરર્સને અલગ-અલગ બીલથી નાણા ચૂકવાયા હોવાનો ખુલાસો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here