રાજકોટના પડધરી તાલુકામાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો છે. ઉલ્લેખનીય છે કે પડધરી તાલુકામાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના લીધે ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નોંધનીય છે કે પડધરી તાલુકાના હડમતિયા, ખોંખરી, જોધપુર, ફતેપર, ચણોલ તેમજ વિસામાન, જિલરીયા, જીવાપર, વનપરી, ખાખરાબેલા અને ડુંગરકા, મોટા ખીજડીયા, ખોડાપિપર સહિત સમગ્ર તાલુકામાં ખેતીપાકને ભારે નુકસાન થયું છે.
જેના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, અને ઘણા જિલ્લાઓમાં પાક સંપૂર્ણ પણે નિષ્ફળ પામ્યા હતા.