શું તમારી પાસે પણ આધાર કાર્ડ છે. જો હા તો તમે તમારા રૂપિયાને માટે હેરાન ન થાઓ. હવે જલ્દી તમે તમારા આધાર કાર્ડની મદદથી રૂપિયા કાઢી શકશો. આ માટે તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તે જરૂરી છે. ગ્રાહકો Aadhaar ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)ની મદદથી બેંકમાં જમા રકમ કાઢી શકશે. આ સમયે દેશના કરોડો લોકો માટે હવે એટીએમ કાર્ડ કે પિનના વિના બેંકિંગની લેવડદેવડ કરાઈ રહી છે.

  • આધાર કાર્ડથી જલ્દી કાઢી શકાશે રૂપિયા
  • આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી
  • Aadhaar ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમથી કાઢી શકશે રૂપિયા

ક્યાંથી કાઢી શકાશે રૂપિયા

અત્યાર સુધી તમે તમારા એટીએમથી એટીએમમાં જઈને રૂપિયા કાઢી રહ્યા હતા. હવે તમે તમારા આધાર કાર્ડની મદદથી પણ આવું કરી શકશો. આધાર સપોર્ટ ATM મશીનની મદદથી તમે કેશ કાઢી શકશો. 

કરી શકશો આ દરેક કામ પણ

કેશ કાઢવા સિવાય તમે કેશ ડિપોઝિટ, બેલેન્સ ચેક, મિની સ્ટેટમેન્ટ કાઢવું અને સાથે લોન ભરવાનું કામ પણ કરી શકો છો. એટલું નહીં પાન કાર્ડ, ઈ-કેવાયસી અને લોન વિતરણ જેવી સુવિદાઓ પણ તેની મદદથી મળશે. 

શું છે આધાર AEPS?

આધાર આધારિત પેમેન્ટ (AEPS)ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તૈયાર કર્યું છે. તેની મદદથી બેંક અને નાણાંકીય સંસ્થાઓ પોતાની સેવાઓ આપવા માટે આધાર નંબર અને યૂઆઈઆડીએઆઈ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે છે. તેને આરબીઆઈની માન્યતા પણ મળી છે. આ વ્યવસ્થાના આધારે તમારા ફિંગર પ્રિન્ટ અને મોબાઈલ નંબર તમારા ડેબિટ કાર્ડની જેમ કામ કરી શકશે. તેને મમાટે તમારે પિન એન્ટર કરવાની જરૂરિયાત રહેશે નહીં.

Aadhaar માઈક્રોએટીએમની જરૂરી વાતો

  • આધાર માઈક્રો એટીએમ સંશોધિત POS ડિવાઈસની જેમ કામ કરે છે. 
  • તેનો હેતુ પિન લેસ બેંકિંગને વેગ આપવાનો છે. 
  • આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ ચાર્જ લાગતો નથી.
  • એટીએમની જેમ તેમાં કેશ ઈન અને કેશ આઉટની સુવિધા નથી.
  • આધાર માઈક્રો એટીએમને ઓપરેટર દ્વારા સંચાલિત કરી શકાશે. 


કોને મળી શકશે આ સુવિધાનો લાભ

જો તમે તમારા બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કર્યું છે તો તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો. જો નથી કરાવ્યું તો તમે બેંકની બ્રાન્ચમાં જઈને તમારા એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવી શકો છો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here