હાથરસ મામલામાં પીડિતના પરિવારને એકવાતનું દુઃખ છે કે ગત મહિનામાં તેમના ઘરે આવનારા લોકોની લાઈન લાગતી હતી. પરંતુ અહીંથી ગયા બાદ એક ફોન પણ નથી આવ્યો કોઈએ હાલ પણ નથી પુછ્યો. પીડિતના પિતા તથા નાના ભાઈએ રવિવારે વાત કરી જેમાં તેમણે કહ્યું કે કોઈએ એક ફોન પણ નથી કર્યો.
- નેતાઓએ કહ્યું હતુ કે મદદની જરુર હોય તો જણાવજો
- પરંતુ હકિકતમાં કોઈ મદદ આ પરિવારને મળી નથી
- રાહુલ ગાંધીનો પણ કોઈ ફોન આવ્યો નથી

રાહુલ, પ્રિયંકા ગાંધીથી લઈને દિગ્ગજ વામપંથી નેતાઓની સાથે અનેક રાજનીતિક દળોના મોટા નેતા બૂલગઢીમાં પહોંચ્યા હતા. પરિવારની પીડા ઓછી કરવા આવ્યા હતા. અહીં આવીને તમામે ભરોસો આપ્યો હતો કે મદદની જરુર હોય તો જણાવજો. પરંતુ હકિકતમાં કોઈ મદદ આ પરિવારને મળી નથી. રવિવારે સવારે આ વિશે પીડિતાના પિતા અને તેના નાના ભાઈ સાથે વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તેમના હાલચાલ પુછવા કોઈ ફોન આવ્યો નથી.રાહુલ ગાંધીનો પણ કોઈ ફોન આવ્યો નથી.

આપના સાંસદ સંજય સિંહ દ્વારા પીડિત પરિવારને દિલ્હી સ્થિત પોતાના ઘરમાં રાખવાની રજુઆતથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. હકિકતમાં સંજય સિંહએ શનિવારે ટ્વીટ કરી રહ્યું હતું કે પીડિતાના કાકા સાથે વાત થઈ છે. પરંતુ આ મામલામાં પીડિતાના પિતા સાથે વાત કરવામાં આવી તો તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સંજય સિંહને નથી ઓળખતા. જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે જેમના પર સ્યાહી ફેંકવામાં આવી હતી ત્યારે તેઓ ઓળખી શક્યા હતા. ત્યારે પીડિતાના પિતા અને ભાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે ખરેખર કયા કાકા સાથે વાત કરી? તેમને આ વાત ખબર જ નહોંતી.