કોવિડ-19 (COVID-19)ના સંક્રમણની સારવાર શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં હોડ લાગેલી છે, પરંતુ તેમાં ભારતીય મૂળની અનિકાએ અનોખી સિદ્ધી મેળવી લીધી છે. ફ્રીસ્કો, ટેક્સાકમાં 14 વર્ષની ભારતીય અમેરિકન અનિકા ચેબરોલૂ (Anika Chebrolu) એ 2020થી 3M યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ (3M Young Scientist Challenge) જીતી લીધી છે અને તેને ઇનામના ભાગરૂપે 25 હજાર અમેરિકન ડોલર આપવામાં આવશે. અનિકાની આ શોધ કોવિડ-19ની થેરપી શોધવામાં નોંધપાત્ર પગલું સાબિત થઈ શકે છે.

CNNના અહેવાલ મુજબ, અનિકાની શોધથી સિલિકોનો મેથોડોલોજીનો ઉપયોગ કરી મોલેક્યૂલ તૈયાર કરવામાં આવી શકે છે જેનાથી SARS-CoV-2ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય છે. પોતાની શોધમાં અનિકાએ એક એવા અણુની શોધ કરી છે જે SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીનને પસંદ કરે છે. આ વાયરસ પ્રોટીનને બાંધવા અને રોકવા સંભવિત રૂપથી સેલમાં વાયરસના પ્રવેશને રોકી દેશે.

અનિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને આશા છે કે મારા આ સંશોધનથી કોરોના વાયરસના સંક્રમણ ફેલાવા પર કાબૂ મેળવી શકાશે અને થોડાક સમયમાં જ પહેલા જેવું સામાન્ય જીવન આપણે ફરી જીવી શકીશું.

પોતાની શોધમાં અનિકાએ અનેક સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરીને સ્પાઇક પ્રોટીનની વિરુદ્ધ ડ્રગ-સમાનતા ગુણો, એડીએમઈટી ગુણો અને બાધ્યકારી સ્નેહક માટે લાખો નાના અણુઓની તપાસ કરી. SARS-CoV-2 વાયરસના સ્પાઇક પ્રોટીન માટે સૌરી સારી ઔષધીય અને જૈવિક ગતિવિધિ વાળા એકે અણુને મુખ્ય અણુના રૂપમાં પસંદ કરવામાં આવતો હતો, જે COVID-19 રિલીજ નોટોને પ્રભાવી ઉપચાર માટે એક સંભવિત દવા હોઈ શકે છે. નોંધનીય છે કે, અનિકાએ પોતાનો પ્રોજેક્ટ તે જ્યારે ધોરણ-8માં હતી ત્યારે સબમિટ કર્યો હતો, પરંતુ તે હંમેશા કોવિડ-19ની સારવાર શોધવા માટે હંમેશા ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here