પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ના રાજકારણમાં ફરી એકવખત હલચલ તેજ થવા લાગી છે અને કંઇક નવા-જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. રવિવારના રોજ હાલના વડાપ્રધાન ઇમરાન ખાન (Prime Minister Imran Khan)ની સરકારની વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓએ મોટી રેલીનું આયોજન કર્યું જેમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી. હવે રેલીના એક દિવસ બાદ જ વિપક્ષ પર એકશન તેજ થઇ ગયા છે. વિપક્ષની એકતાને જોતા ઇમરાન ખાનના વળતા પાણી દેખાઇ રહ્યા છે. સોમવારના રોજ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Former PM Nawaz Sharif) ના જમાઇ સફદર અવાન (Safdar Awan) ની ધરપકડ કરવામાં આવી છે.

નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાની મુસ્લિમ લીગ (N)ના નેતા મરિયમ નવાઝ શરીફ ( Maryam Nawaz Sharif) તેની માહિતી આપી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ સવાર-સવારમાં તેમની હોટલના રૂમમાં આવ્યા અને દરવાજો તોડીને સફદરની ધરપકડ કરી લીધી. આ ઘટના કરાચી (Karachi) ની હોટલની છે.

રવિવારે પાકિસ્તાનના કરાચીમાં વિપક્ષે મોટી રેલીનું આયોજન કર્યું, જ્યાં મરિયમ નવાઝ શરીફનું ભાષણ ચર્ચાનો વિષય રહ્યો. મરિયમે રેલીમાં ઇમરાન ખાનને ડરપોક, અને વાત-વાત પર સેનાની આડમાં છુપાવાનો આરોપ મૂકયો. આ સિવાય મરિયમ શરીફની તરફથી ઇમરાન ખાન પર ભ્રષ્ટાચાર, કોરોના સંકટમાં ફેલિયર અને સાથો સાથ સેનાના ઇશારા પર ચાલવાનો આરોપ મૂકયો.

ઇમરાન ખાનની સરકાર વિરૂદ્ધ છેલ્લાં કેટલાંક દિવસથી વિપક્ષી પાર્ટીઓ એક થઇ ગઇ છે. તમામ વિપક્ષી દળ અને કેટલાંક બીજા સંગઠન એક થઇને ઇમરાન સરકાર અને પાકિસ્તાની સેનાની વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે.

રવિવારની રેલીમાં મરિયમ શરીફ સિવાય બિલાવલ ભુટ્ટો, શાહિદ ખક્કાન અબ્બાસી, મૌલાના ફઝલુર રહમાન અને આવામી પાર્ટીના મહમૂદ વગેરે નેતા સામેલ રહ્યા જેમના નિશાના પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન જ રહ્યા.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં હાલ નવાઝ શરીફને ભાગેડુ જાહેર કરાઇ ચૂકયા છે અને ઘણા સમયથી લંડનમાં છે. જ્યારે તેમના ભાઇ શહબાજ શરીફની પણ પાછલા દિવસોમાં ધરપકડ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here