પીડિતાએ કહ્યું, આટલા દિવસો સુધી હું ડરના કારણે ચૂપ રહી પરંતુ હવે જ્યારે આજે તે જેલમાં ગયા છે ત્યારે હિંમત કરીને તેની સામે કેસ કર્યો છે.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બાહુબલી ધારાસભ્ય વિજય મિશ્રાની મુશ્કેલી વધી રહી છે. ભદોહીના જ્ઞાનપુરના એમએલએ વિજય મિશ્રા હાલ જેલમાં બંધ છે. આ દરમિયાન પીડિતા ધારાસભ્ય પર પ્રયાગરાજ અને વારાણસીમાં તેના પર રેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

વારાણસીની સિંગરે ધારાસભ્ય પર આરોપ લગાવતાં કહ્યં કે, વિજય મિશ્રા 2014માં રેપ બાદ સતત વીડિયો કોલ પર ન્યૂડ થવાની જીદ કરતા હતા. આમ નહીં કરવા પર પીડિતાને જાનથી મારવાની ધમકી આપતો હતો. પીડિતાએ જણાવ્યું કે, આ દરમિયાન ધારાસભ્ય પણ ન્યૂડ થતા હતા અને વીડિયો કોલ કરીને મને પણ ન્યૂડ થવાની જીદ કરતા હતા.

પીડિતાએ કહ્યું, આટલા દિવસો સુધી હું ડરના કારણે ચૂપ રહી પરંતુ હવે જ્યારે આજે તે જેલમાં ગયા છે ત્યારે હિંમત કરીને તેની સામે કેસ કર્યો છે. તમામ છોકરીઓએ અવાજ ઉઠાવવો જોઈએ, જેથી કરીને આવા રાક્ષસ અને મહિષાસુરનો નાશ થાય. ભદોહી ઉપરાંત પ્રયાગરાજ અને વારાણસીની એક હોટલમાં વિજય મિશ્રાએ બળાત્કાર કર્યો હતો.

જ્યારે હું વિજય મિશ્રાના ફોન નહોતી ઉપાડતી ત્યારે ધારાસભ્યૃના લોકો મારા ઘરે આવીને ધમકાવતા હતા તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here