ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર જોવા મળી છે. આ વર્ષે રાજ્યમાં કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમા ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું. જો કે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતા રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળી ગયું છે.

  • હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ
  • વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતા ભારે વરસાદનું સંકટ ટળ્યું

ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વધારે સમયથી પડી રહેલા વરસાદથી હવે રાજ્યના લોકોને રાહત મળી શકે છે. વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતાં રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળી ગયું છે. 
 

જો કે હજુ એક દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળો પર વરસાદ વરસી શકે છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે. 

 

રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દ્વારકા, ભાવનગર, મોરબીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, ભરુચમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here