તાપી જિલ્લામાં કોરોનાના 6 એક્ટિવ કેસો છે, જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના 7 એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 12 અને વલસાડમાં 32 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતથી કોરોના કાબુમા આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના બે જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બે જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થાય તેવી શક્યતાઓ છે.

આ અંગેની વિગતો જોઇએ તો તાપી જિલ્લામાં કોરોનાના 6 એક્ટિવ કેસો છે, જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના 7 એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 12 અને વલસાડમાં 32 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 50થી વધુ એક્ટિવ કેસો છે.

ગઈ કાલે રાજ્યમાં 996 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3646 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,277 એક્ટિવ કેસ છે, જ્યારે 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,206 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,60,722 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 8 લોકોનાં મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 165, અમદાવાદ કોર્પોરેશનમાં 160, વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 62, રાજકોટ કોર્પોરેશનમાં 56, જામનગર કોર્પોરેશનમાં 45, વડોદરામાં 42, મહેસાણામાં 32, રાજકોટમાં 27, પાટણમાં 26, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, જામનગરમાં 21, કચ્છમાં 21, અમદાવાદ અને અમરેલીમાં 18018, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 16-16 કેસ નોંધાયા હતા.

કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં ગઈ કાલે કુલ 1147 દર્દી સાજા થયા હતા અને 52,192 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 54,26,621 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.85 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,44,943 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,44,661 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 282 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here