ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાયેલી લીગની 37 મી મેચ દરમ્યાન મહેન્દ્રસિંહ ધોનીએ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. લીગની ઇતીહાસમાં તે એવો પ્રથમ ખેલાડી બન્યો છે કે, જે ટી-20 લીગમાં 200 મેચ રમ્યો છે. જોકે જ્યારે તે આજે તેની 200 મી મેચ રમી રહ્યો છે તે વાતને લઇને પોતે અજાણ હતો.

રાજસ્થાન રોયલ્સ સામે મહેન્દ્રસિંહ ધોની પોતાની 200 મી મેચ ટી-20 લીગ ટુર્નામેન્ટની રમવા મેદાનમાં પહોંચ્યો હતો. જોકે આ આંકડા વિશે આજે તે સાવ અજાણ હતો. મેચને રમવા માટે જ્યારે તે ટોસ માટે મેદાન પર પહોંચ્યો હતો. આ દરમ્યાન ટોસ પ્રેઝન્ટેટર અને પુર્વ ક્રિકેટર ડૈની મૌરીસને ધોનીને પુછ્યુ હતુ કે, તમે જ્યારે 200 મી ટી-20 લીગ મેચ રમી રહ્યા છો તો આ વિષય પર શુ કહેશો. તે સવાલના જવાબ વડે ધોનીએ બધાને ચોંકાવી દીધા હતા. ધોનીએ કહ્યુ હતુ કે તે, આ ઉપલબ્ધી વિશે હજુ અજાણ જ હતો.

ધોનીએ  ટોસના સમયે જ વાત કરતા મૌરીસન ને કહ્યુ હતુ કે, જ્યારે તમે મને કહી રહ્યા છો, ત્યારે જ મને જાણકારી મળી રહી છે કે હું આજે મારી 200 મી મેચ રમી રહ્યો છે. આ એક મને સારુ લાગી રહ્યુ છે, જોકે આ સમયે હું એટલુ જ કહીશ કે તે એક સામાન્ય સંખ્યા જ છે. જોકે હું પોતાને આટલા લાંબા સમય સુધી કોઇ પણ પ્રકારની વધુ ઇજાઓ વિના જ પોતાને રમતમાં હોવાને લઇને પોતાને ભાગ્યશાળી માને છે. બતાવી દઇએ મહેન્દ્રસિંહ ધોની વર્ષ 2008 થી ચેન્નાઇ સુપર કિંગ્સ ના સાથે કેપ્ટન તરીકે જોડાયેલા છે. ટીમને તેમણે ત્રણ વાર ચેમ્પિયન બનાવી છે, જોકે બે વર્ષ માટે તે રાઇઝીંગ પુણે સુપર જાયન્ટસ ને માટે રમ્યા હતા. કારણ કે ચેન્નાઇ સુપર કિંગ્સ પર બે વર્ષનો બેન લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here