કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જીડીપી વૃદ્ધિમાં ઘટાડો અને કોરોનાથી થયેલી મોતને લઈને કેન્દ્ર સરકાર પર વારંવાર નિશાનો સાધી રહ્યા છે. રાહુલે સોમવારે ભારત અને પડોશી દેશોમાં 2020માં જીડીપી વૃદ્ધિ દર અને પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોનાથી મરનારા લોકોની સંખ્યાની સરખામણી કરતો ગ્રાફ શેર કર્યો છે.
- ભારત અને પડોશી દેશોમાં 2020માં જીડીપી વૃદ્ધિ દર ઓછો
- પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પડોશી દેશથી વધુ
- હાલના નાણા વર્ષમાં ભારતનો જીડીપી દર 10.30 ટકા રહેવાનો અંદાજ
રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારતની જીડીપીને લઈને સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યુ છે. જેમાં લખ્યું છે કે જોવો કેવી રીતે અર્થવ્યવસ્થાને પુરી રીતે બરબાદ કરી શકાય છે અને કેવી રીતે વધારે લોકોને સંક્રમિત કરી શકાય છે.

રાહુલે જે આંકડા શેર કર્યા છે તે મુજબ હાલના નાણા વર્ષમાં ભારતનો જીડીપી દર 10.30 ટકા રહેવાનો અંદાજ છે. જે ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, મલેશિયા, થાઈલેન્ડ, અફઘાનિસ્તાન અને અન્ય એશિયાઈ દેશોની સરખામણીએ વધારે પડતો ઘટાડો થશે. ત્યારે પ્રતિ 10 લાખની વસ્તી પર કોરોનાથી થનારા મોતમાં ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા તથા અનેક અન્ય દેશોથી આગળ છે.