એક પરિણીત અને ત્રણ સંતાનોના પિતા છેલ્લા ચાર વર્ષથી લિંગ આધારિત કપડાંની પરંપરાને પડકારવા માટે મહિલાઓનાં કપડાં પહેરે છે. જર્મનીમાં રહેતા અમેરિકન માર્ક બ્રાયન ગૌરવભેર નોકરી કરવા માટે પણ ચસોચસ સ્કર્ટ અને હાઇ હિલ પહેરીને જાય છે. તે ખરીદી કરવા માટે પણ એ જ કપડાં પહેરે છે, તો ઘરે પણ મહિલાઓનાં જ કપડાં પહેરે છે. ૬૧ વર્ષના રોબોટિક એન્જિનિયરિંગ મેનેજર એવા માર્ક જ્યારે કોલેજમાં હતો, ત્યારથી જ તેણે હાઇ હિલ પહેરવી શરૂ કરી હતી અને એ વખતે ડાન્સ કરતાં પહેલાં તેની એ વખતની ગર્લફ્રેન્ડે તેને હાઇ હિલ પહેરવા કહ્યું હતું. જોકે સ્કર્ટ પહેરવાનું તો જીવનમાં તેણે મોડેથી શરૂ કર્યું હતું. માર્ક બ્રાયન તેના દરરોજના લૂકને શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શરૂ કર્યું છે. માર્ક દરરોજ નિયમિતપણે તેના ઔસ્ટાઇલિશ આઉટફિટ્સમાં પોતાના ફોટો પોસ્ટ કરતા રહે છે. સાથેસાથે ઘણી વખત શર્ટ પણ પહેરે છે, જે પણ એક ચોક્કસ લિંગ (પુરુષો)નું પ્રતીક ગણાય છે.

હું શું પહેરું તે બીજાનો પ્રશ્ન નથી

જો કે આ રીતે મહિલાઓનાં કપડાં અને હિલ જાહેરમાં પહેરવાને પગલે કેટલાય લોકો માર્કના સેક્સ્યુઆલિટી અંગે સવાલ કરે છે. પરંતુ એવા સવાલને તે ટૂંકી બુદ્ધિના કહે છે. મોટાભાગે તો એવા સવાલ પૂછનારાઓને હું શું પહેરું એ તમારો પ્રશ્ન નથી.

ત્રીજી પત્ની અને બાળકો ટેકો આપે છે

માર્ક ત્રણ વખત લગ્ન કરી ચૂક્યો છે, પરંતુ હાલની પત્ની સાથે તેણે ૧૧ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં અને એ ત્રીજી પત્ની તથા બાળકો તેને મહિલાઓનાં કપડાં પહેરવા માટે ટેકો આપે છે. જીવનમાં માર્ક પોતાને સીધો, ખુશખુશાલ પરિણીત ગણાવે છે, જેને પોર્શ્ચ, સુંદર મહિલાઓ અને હિલ ચંપલ અને સ્કર્ટ દરરોજના વોર્ડરોબમાં ગમે છે. પોતાને પાંચ ઇંચ સ્ટિલેટ્ટોસ અને પેન્સિલ સ્કર્ટ મનપસંદ છે અને તે મોટાભાગે ઓનલાઇન ખરીદી કરે છે. ખાસ આરામદાયક ન હોવા છતાં પેન્સિલ સ્કર્ટ સાથે હિલ્સ સારી લાગે છે, તેથી પહેરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here