બોલિવૂડની ફેવરિટ જોડી શાહરૂખ અને કાજોલની છે. જેને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. જી હાં શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વરસના પૂરા થવા નિમિત્તે લંડનમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. આ પૂતળું ૨૦૨૧માં મુકવામાંઆવશે. આ સ્ટેચ્યુ ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પહેલુ સ્ટેચ્યુ હશે.

લંડનના લેસ્ટર સ્કેવરમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મની રિલીઝના ૨૫ વરસ પૂરા થયાને કારણે કાજોલ-શાહરૂખનું પૂતળું મુકવામાં આવવાનું છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી. એ સમયે ભારતમાં તેનું કલેકશન ૮૯ રૂપિયા કરોડનું હતું. આ ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્કેવરને પણ દર્શાવામાં આવ્યું છે.

હવે આ જ સ્થાને શાહરૂખ-કાજોલનું સ્ટેચ્યુ બનાવામાં આવશે. અહીં હેરી પોર્ટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્ન જીની, વન્ડર વુમેન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here