વડોદરાના વાસણા-ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ પત્ની પાસે પાર્ટીમાં બળજબરી દારૂ-મટન પીરસાવી અને દહેજમાં સેલ્ટોઝ કાર તથા જમીનની માંગણી કરી હતી. પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ 498(એ), 376(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો.about:blank

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના વાસણા રોડ સ્થિત પિયરમાં રહેતી 28 વર્ષની યુવતીના લગ્ન ગતવર્ષે કમલકાંત પટેલ સાથે થયાં હતા. યુવતીનો પતિ હાલોલની એક કંપનીમાં સિનિયર-એન્જિનિયર છે. પિયરમાં દારૂ-મટનથી દુર રહેલી પરિણીતાને પતિ અને સસરા મટન ખરીદવા બજાર મોકલતા હતાં. મિત્રો અને સગા વ્હાલા સાથેની પાર્ટીમાં મરજી વિરુદ્ધ પરિણીતા પાસે દારૂ-મટન પીરસાવાતો હતો. પાણી આપવા જતી પત્નીને તેનો પતિ ગંદા મોજા સુંઘાડતો હતો.

પત્ની પર થૂંકી પતિ કહેતો કે, કોરોના થઈ જાય તો રસ્તો સાફ થાય. ઘરના હોલમાં પરિવારના સભ્યોની હાજરીમાં નિર્વસ્ત્ર થઈ ડાન્સ કરતા પતિનું ઉપરાણું પરિણીતાની સાસુ લેતી હતી. સુરતની મહિલા મિત્ર સાથે ફોન પર વાતો કરતા પતિના કારસ્તાનને સાસુ અને નણંદે હસવામાં લીધું હતું. પરિણીતાના પિતાએ રૂપિયા 3.50 લાખ આપ્યા છતાં સાસરિયા દહેજમાં સેલ્ટોઝ કાર, જમીન, સોનાના દાગીના, ટીવી, ફ્રિજ, તિજોરી અને વોશિંગ મશીનની માંગણી કરતા હતાં.

સાસરિયાએ ભુવા પાસે પડીકીઓ મંગાવી પરિણીતાને દૂધ અને જ્યૂસમાં બળજબરી પીવડાવતા હતાં. માંગણીઓ પુરી ન કરતાં સાસરિયાઓએ પરિણીતાને ગત ઓગસ્ટમાં ઘરમાં કાઢી મૂકી હતી. આ ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને અસલ સર્ટિફિકેટ વગેરે જેવી સ્ત્રીધનની વસ્તુઓ પણ લઈ લીધી હતી.

પતિએ હોસ્પિટલમાંથી ઘરે આવેલી પત્ની સાથે બળજબરી સંબંધ બાંધ્યો

ગત જુલાઈમાં પરિણીતા પાંચેક દિવસ હોસ્પિટલમાં દાખલ હતી. ઘરે આવેલી અશક્ત પત્ની સાથે પતિએ બળજબરી સંબંધ બાંધ્યો હતો. ભગવાનના ફોટા ફેંકી દઈ સાસુ, સસરા, નણંદ અને વડસાસુ પરિણીતાને કહેતો કે, અમે ભગવાન છે તું મારી સેવા પુજા કર.

પતિ બેડરૂમમાં બચકાં ભરતો અને ભયજનક વાહન હંકારી પત્નીને હેરાન કરતો

પીડિતાને ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, બેડરૂમમાં તેનો પતિ શરીરે ગમે ત્યાં બચકાં ભરતો હતો. આ ઉપરાંત કાર અને બુલેટ પર પત્નીને બેસાડી પતિ ભયજનક ડ્રાઈવિંગ કરતો હતો. પત્નીના વિરોધ સામે પતિ તેની મારઝૂડ કરી મેન્ટલીઅને સેક્યુઅલી હેરેસમેન્ટ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here