વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યાનો મામલો હવે વધુને વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે ગાંધીનગર અને વડોદરા CID ક્રાઇમની ટીમની તપાસ વધુ ધારદાર અને તેજ બની છે.

  • વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો મામલો
  • મૃતદેહ કેનાલમાં નાખ્યો હોવાની શક્યતા
  • PI અને PSI સહિત 6 સામે આક્ષેપ

 વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યાનો મામલે ગાંધીનગર અને વડોદરા CID ક્રાઇમની ટીમની તપાસ તેજ બની છે. હાલ છાણી કેનાલ ખાલી કરાવી ટીમ તપાસ કરી રહી છે. મૃતદેહ કેનાલમાં નાખવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. મૃતદેહ કેનાલમાં નાખી પુરાવાનો નાશ કર્યો હોવાની શંકા પણ છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 6 સામે આક્ષેપ મુકાયો છે. 

પોલીસ સ્ટેશનના CCTV ગાયબ

સીઆઈડીની ટીમનું કહેવું છે કે, CCTV મામલે ટેક્નિકલ એજન્સીના સંપર્કમાં છીએ અને CCTV ફૂટેજ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા લાશનો ક્યાં નિકાલ કર્યો છે અને કેવી રીતે કર્યો તે છે. તે સ્થળનું પણ પંચનામુ કરવામાં આવશે.

શું છે ઘટના?

મૂળ તેલંગાનાના અને અમદાવાદમાં રહેતા શેખબાબુ નિસાર વડોદરામાં રહેતા તેમના જમાઇને ત્યાં આવ્યાં હતા અને ફતેગંજ પોલીસે શેખબાબુની શંકાના આધારે અટકાયત કરી હતી. બીજી તરફ ઘરે પરત ન ફરતા શેખબાબુના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં તેમની ભાળ મળી શકી ન હતી એટલે તેમની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ હતી. બીજી તરફ હાઇકોર્ટમાં રીટ દાખલ કરાયા બાદ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું કે, શેખબાબુનું પોલીસ સ્ટેશનમાં ટોર્ચર કરાયા બાદ મોત નિપજતાં તેની લાશ સગેવગે કરાઈ છે.

6 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો

એટલે આ બનાવ અંગે આખરે PI ધર્મેન્દ્રસિંહ ગોહીલ,PSI દશરથ રબારી, 4 કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ,રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ ચકચારી હત્યા કેસની તપાસ CID ક્રાઇમ (ગાંધનગર)ને સોંપાતા SP ગીરીશ પંડ્યાએ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here